બનાસકાંઠા : ડીસા – પાટણ હાઈવે પર ચાલુ કારમાં આકસ્મિક આગ લાગી
- ટ્રાફિકમાં ઊભેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગના ધુમાડા નીકળ્યા
પાલનપુર 1 ફેબ્રુઆરી 2024 : ડીસા પાટણ હાઈવે પર ચાલુ કારમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને લોકોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો
ડીસા તાલુકાના જુનાડીસા ગામ તરફથી એક કાર ડીસા તરફ આવી રહી હતી.જુનાડીસા ફાટક બંધ હોવાથી ટ્રાફિકજામ થયો હતો તે સમયે ટ્રાફિકના ઊભી રહેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે આકસ્મિક આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા.આગની જાણ થતાં જ કારનો ચાલક તરત જ બહાર નીકળી ગયો હતો જ્યારે કારમાં આગ લાગી હોવાનુ માલુમ પડતા જ ફાટક પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓ સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા
તેમજ આગ લાગેલી કારની આજુબાજુના તમામ વાહનોને દૂર ખસેડવાની કામગીરી તાબડતોબ શરૂ કરી હતી જ્યારે અન્ય લોકોએ આજુબાજુ માંથી પાણી લઈ આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રાફિકમાં ફસાયેલી કારમાં આગની ઘટના બનતા અન્ય વાહન ચાલકોને લોકોમા ભય ફેલાયો હતો.જો કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને લોકોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેતા જાનહાની ટળી હતી.
આ પણ વાંચો : ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા જીપડાલુ, કાર અને ટ્રક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત