ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : આજીવન કેદનો ફરાર આરોપી ઝડપાયો

Text To Speech
  • કેદીને પોલીસે ઝડપી પાલનપુર જિલ્લા જેલને સોંપ્યો
  • વચગાળાના જામીન મેળવી હત્યા કેસમાં ફરાર હતો

પાલનપુર : અમદાવાદ સેન્ટ્રલ જેલમાં હત્યાના કેશમાં સજા પામેલા અને વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને ડીસા શહેરમાંથી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી પાલનપુર જિલ્લા જેલને સોંપ્યો છે.

થરાદ તાલુકાના જેતડા ગામે રહેતા ભીમસિંહ પદમસિંહ દરબારને હત્યાના કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને સજા ફટકાર્યા બાદ આ પાકા કામના કેદીને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન આ આરોપીએ વચગાળાના જામીન મેળવી મુદત પત્યા બાદ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.

બનાસકાંઠા જિલ્લાની પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ જે.જી. સોલંકી સહિતની ટીમ ફરાર આરોપીઓની શોધખોળમાં હતી. તે સમયે ડીસા શહેરમાં આ હત્યા કેસનો આજીવન સજા પામનાર કેદી ભીમસિંહ દરબાર ફરી રહ્યો હોવાની માહિતી મળતા જ ટીમે તપાસ શરૂ કરી હતી અને આ કેદીને ડીસામાંથી પકડી પાડ્યો હતો. અત્યારે આરોપીને પકડી આગળની કાર્યવાહી માટે પાલનપુરની જિલ્લા જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નરોડા GIDCમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, ફાયરની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

Back to top button