ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જુનાડીસા નજીક ડીવાઈડર ઉપર ઇકો ગાડી ચઢી જતાં અક્સ્માત

Text To Speech

પાલનપુર: ડીસા-પાટણ હાઈવે પર એક ઇકો ગાડી પસાર થઈ રહી હતી. તે દરમિયાન જૂનાડીસા પાસે આવેલ ગંગાજી વ્હોળા પરના પુલ પર અચાનક ઇકો ગાડી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડીના ચાલક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અક્સ્માત-humdekhengenews

જુનાડીસા પાસે આવેલ વ્હોળામાં પુલ પર સ્ટ્રીટ લાઈટો નથી અને રોડ વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઈડર પર પણ કોઈ જ રિફ્લેક્ટર લગાવવામાં આવેલ નથી. જેના કારણે રાત્રિના સમયે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે આ પુલ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી રિફ્લેક્ટર લગાવવામાં આવે તેવી લોકોની માગ છે.

આ પણ વાંચો :ગરમીમાં નારિયેળ પાણી પીવાના આ છે અદ્ભુત ફાયદાઃ રોજ પીવો

Back to top button