ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની બેઠક અંબાજીમાં યોજાઇ,કામદારોનું શોષણ અટકાવવા માંગણી

Text To Speech

પાલનપુર: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ રાજકોટની મીટીંગ અંબાજી ખાતે યોજાઇ હતી . જેમાં વર્કિંગ કમિટીની મિટિંગમાં 700 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે આ અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘમાં 35,000 જેટલા સભ્યો જોડાયેલા છે. આજે અંબાજીમાં આવેલી કાલિદાસ મિસ્ત્રી ભવન ખાતે યોજાયેલી અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ માં વર્કિંગ કમિટીમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં કામદારોનું શોષણ અટકાવવા માંગણી કરવામાં આવી હતી.

કર્મચારીઓ-humdekhengenews

આ વર્કિંગ કમિટીની મિટિંગમાં અનેકો વિવિધ મુદ્દાઓને મિટિંગ લઈ હતી. જેમાં ઉર્જા કંપનીઓમાં ત્રીજા અને ચોથા વર્ગની અંદર કર્મચારીઓમાં ટેકનિકલ સ્ટાફનું થતું શોષણને અટકાવવા માટે આ બેઠક યોજાઇ હતી. જેમાં કામદારોના કલાકો જે અવિરત છે અને નક્કી ન હોવાને કારણે કામદારોને થતું દમનને અટકાવવા માટે પણ આ ચર્ચા થઇ હતી. તો સાથે સાથે મોંઘવારી ભથ્થું જેવા અનેકો મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના ભોપાનગરમાં અસામાજિક તત્વોનો આતંક, રાત્રે યુવકને માર મારી ઇકો ગાડી અને રીક્ષાના કાચ તોડ્યા

Back to top button