ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: કલેક્ટર આનંદ પટેલની બદલી થતાં પાલનપુર ખાતે વિદાય અને નવનિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલનો સત્કાર સમારંભ યોજાયો

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલની રાજકોટ મ્યુનિસીપલ કમિશનર તરીકે બદલી થતાં જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પાલનપુર ખાતે તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવનિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વિદાય લઇ રહેલા કલેક્ટર આનંદ પટેલને શ્રીફળ, સાકર આપી શાલ ઓઢાડી નવી ઇનિંગની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નિવાસી અધિક કલેક્ટર આર. એન. પંડ્યાએ નવનિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલને બુકે અને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો.

કલેક્ટર વરૂણકુમાર-humdekhengenews

બનાસકાંઠા જિલ્લાની પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના લોકો સાથે લાગણીના તાંતણે બંધાયો છું. – આનંદ પટેલ

આ પ્રસંગે પૂર્વ કલેક્ટર આનંદ પટેલે પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની લાગણીશીલ પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના લોકો સરકારી તંત્રને ખૂબ આદર અને સન્માન આપે છે. તેમણે કહ્યું કે, આ જિલ્લાના લોકો સાથે લાગણીના તાંતણે બંધાયો છું. અહીંની પ્રજા સાથે સાથે રેવન્યુનો સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સ્ટાફ હોવાનું કહી ટીમ બનાસકાંઠાના કાર્યોની તેમણે પ્રસંશા કરી હતી.

કલેક્ટર વરૂણકુમાર-humdekhengenews

કલેક્ટર વરૂણકુમાર-humdekhengenews

જે વ્યક્તિઓ સાથે ઋણાનુંબંધ હોય તેમની સાથે જીવનમાં કામ કરવાનું બનતું હોય છે. તેમણે કહ્યું કે આ જિલ્લો ખુબ વિશાળ હોવાથી અનેક પડકારો પણ હતા, પરંતુ સહુના સાથ સહકારથી સંતોષકારક રીતે ફરજ બજાવી શક્યો છું. તેમણે ઉમેર્યુ કે, મારી સરકારી સેવા દરમ્યાન કચ્છ, ભરૂચ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પડકારોની વચ્ચે કામ કરવાની સાથે ઘણું નવું શિખવા પણ મળ્યું છે. મા અંબાના ધામ બનાસકાંઠા જિલ્લા પર માતાજીના કાયમ આશીર્વાદ રહ્યા છે. આ જિલ્લામાં કામ કરવાના આત્મસંતોષ સાથે અહીંથી જઇ રહ્યો છું.

કલેક્ટર વરૂણકુમાર-humdekhengenews

આ પ્રસંગે નવ નિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે પ્રથમવાર કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ખુબ સારા સંકેતો સાથે આ જિલ્લામાં આવ્યો છે. તેઓએ પૂર્વ કલેક્ટર આનંદ પટેલને જે સાથ સહકાર સ્ટાફ એ આપ્યો એવા જ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. આપણે બધા સાથે મળીને આ જિલ્લાને વિકાસની નવી ઉંચાઇએ લઇ જઇશું એમ જણાવ્યું હતું.

કલેક્ટર વરૂણકુમાર-humdekhengenews

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, પૂર્વ કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વમાં પિતાતુલ્ય પ્રેમ અને ઘણું બધું નવું શિખવા મળ્યું છે. તેમના વડપણ હેઠળ ટીમ બનાસકાંઠાએ ઘણાં ચેલેન્જીસ વચ્ચે ખુબ સરસ કામ કર્યું છે. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, પાટણ અને બનાસકાંઠા એમ બે- બે જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વમાં ઘણું શિખવા મળ્યું છે. પોલીસ વિભાગને સતત એમનું માર્ગદર્શન મળતું રહેવાના કારણે અમારું કામ પણ સરળ થઇ જતું હતું.

કલેક્ટર વરૂણકુમાર-humdekhengenews

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યાએ વિદાય આપતા જણાવ્યું કે ભાદરવી પૂનમનો મેળો, વિધાનસભાની સામાન્ય ચૂંટણી, ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સહિતના તમામ કાર્યક્રમો આપણે કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમણે નવા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં આનંદ પટેલના પરિવારજનો, પ્રાંત અધિકારીઓ, મામલતદાર વિવિધ વિભાગના અધિકારીઓ, મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:બનાસકાંઠા: ડીસાના ગુલબાણી નગરમાં આખલાએ મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત

Back to top button