બનાસકાંઠા : પાલનપુરમાં વિજયાદશમીની ભવ્ય શોભાયાત્રા બાદ રાવણ દહન યોજાયું
- શહેરના માર્ગો પર શોભાયાત્રાનું ભ્રમણ
- રામલીલા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
પાલનપુર : પાલનપુર શહેરમાં વિજયાદશમી (દશેરા) ના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શ્રીરામ સેવા સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ શોભાયાત્રાનું લક્ષ્મણ ટેકરી હોલથી બપોરે 2:00 વાગે પ્રસ્થાન થયું હતું. આ શોભા યાત્રામાં રથમાં સવાર રામ -લક્ષ્મણ અને હનુમાનની વેશભૂષા સાથે શહેરના માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. ત્યારે ઢોલ -નગારા અને વાજિંત્રો સાથે ભક્ત નીકળેલી આ શોભાયાત્રા દિલ્હી ગેટથી સીમલા ગેટ, રેલ્વે સ્ટેશન, કીર્તિસ્થંભ, અમીરરોડ, સંજય ચોક, ગઠામણ ગેટ, હનુમાન શેરી, ખોડા લીમડા, ત્રણ બત્તી, નાની બજાર, પથ્થર સડક પર થઈને તેના નિર્ધારિત રુટ દ્વારા રામજી મંદિર થઈને દિલ્હી ગેટથી આગળ વધી હતી.
બનાસકાંઠા : પાલનપુરમાં વિજયાદશમીની ભવ્ય શોભાયાત્રા બાદ રાવણ દહન યોજાયું#palanpur #banaskhantha #Gujarat #Dussehrawishes #DussehraFestival #Dussehra2022 #Dussehracelebration #gujaratinews #Humdekhengenews pic.twitter.com/vYkoP6x7SZ
— Hum Dekhenge News (@humdekhengenews) October 5, 2022
જ્યાં મથુરાના કારીગરો દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બનાવવામાં આવ્યા હતા તે રામલીલા મેદાન ખાતે મોડી સાંજે પહોંચી હતી. જ્યાં રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રાવણ દહન સમયેત્ લોકો ચિચિયારીઓ પાડીને રામલીલા મેદાનને ગુંજવી દીધું હતું. આ સમયે પાલનપુર જ નહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા ઊમટી પડ્યા હતા. જેથી રામલીલા મેદાન પણ ખીચોખીચ ભરાઈ ગયું હતું.