ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : રાજકોટ અગ્નિકાંડ પછી ડીસા પાલિકાએ ટ્યુશન ક્લાસીસ,લાઇબ્રેરીઓ કરી સીલ

Text To Speech

પાલનપુર 30 મે 2024 : રાજકોટમાં ગેમઝોનમાં થયેલા આગ કાંડ બાદ સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરના સ્થળોની તપાસ ચાલી રહી છે. જેમાં ડીસા નગરપાલિકા દ્વારા પણ ગુરુવારે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરીઓ સહિતની તપાસ હાથ ધરી સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. રાજકોટમાં થયેલા આગ કાંડ બાદ સમગ્ર સરકારી તંત્ર હચમચી ઉઠ્યું છે. રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરના હોટલો, હોસ્પિટલ, શાળા કોલેજો, ટ્યુશન ક્લાસીસ, મોલ કચેરીઓ સહિતના જાહેર સ્થળો પર તપાસના સરકારે આદેશ આપી દીધા છે. જેના અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ છે.


જેમાં પાલિકા દ્વારા બે દિવસ અગાઉ અનેક શોપિંગ સેન્ટરો હોટલો હોસ્પિટલોને નોટિસ પાઠવી હતી. જ્યારે ગુરુવારે શહેરના ટ્યુશન ક્લાસીસ અને લાઇબ્રેરીઓની તપાસ હાથ ધરતા બે ટ્યુશન ક્લાસીસ અને એક લાઇબ્રેરીમાં ફાયર સેફટી સુવિધા નો અભાવ જણાતા તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં પાલિકા દ્વારા એસસીડબલ્યુ હાઇસ્કુલ ની પાછળ આવેલ દ્વારકેશ ટ્યુશન ક્લાસીસ અને પાર્થ ટ્યુશન ક્લાસીસને સીલ મરાયું હતું. જ્યારે બેઝમેન્ટમાં ચાલતી સાઇલેન્ટ લાઈબ્રેરી ને પણ સીલ મારવામાં આવ્યું હતું. ડીસામાં આ સિવાય મામલતદાર ની ટીમ દ્વારા પણ શહેરમાં હોટલો, સિનેમા ગૃહો,સામાજિક વાડીઓ, સભાગૃહો માં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : રાજકોટ અગ્નિકાંડ પછી તંત્ર એલર્ટ મોડમાં,105 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી

Back to top button