ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: થરાદમાં રખડતાં ઢોરને ઢોરવાડામાં પુરી માલિકો સામે કરાશે કાર્યવાહી

Text To Speech

પાલનપુર:  થરાદ શહેરમાં વાહનો અને ખરીદી માટે આવનાર લોકો તેમજ વેપારીઓની મોટા પ્રમાણમાં અવર-જવર રહે છે. ઢોર માલિકો દ્વારા છોડવામાં આવતાં ઢોર રસ્તામાં અડચણ રૂપ થાય છે અને ઘણીવાર માનહાનિ કે માલહાનિ પણ થાય છે. તેમજ આ ઢોર સફાઈ કરેલ ઢગલા પણ વેરવિખેર કરી નાખતા હોવાથી સફાઈ કર્યા પછી ગંદકી કરે છે. જેથી સફાઈનો પણ પ્રશ્ન રહેતો હોવાનું ધ્યાને આવેલ હોઈ થરાદ શહેરના તમામ ઢોર માલિકોને નગરપાલિકા થરાદ દ્વારા નક્કી કરવામાં આવેલી સૂચનાઓનો અમલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઢોર માલિકોએ પોતાના ઢોર જાહેર સ્થળોએ ન છોડવા નગરપાલિકાની તાકીદ

જેમાં ઢોર માલિકો હવેથી પોતના ઢોર થરાદ શહેર કે જાહેર જગ્યા પર છુટા મુકશે તો નગરપાલિકા દ્વારા તેને ઢોર વાડામાં પુરવામાં આવશે અને માલિક ઢોર છોડાવવા આવશે તો દંડનીય કાર્યવાહી કરી ઢોર બીજીવાર ના છોડવાની શરતે પરત આપવામાં આવશે. ગૌ ભકતો દ્વારા ઘણીવાર જાહેર જગ્યા અને રોડની સાઈડો પર ગાયો માટે ઘાસ નાખવામાં આવે છે. જે રોડ પર કે જાહેર જગ્યા સિવાય અન્ય જગ્યાએ નાખવા જણાવવામાં આવે છે.

આ સૂચનાઓનું ભંગ થશે તો સંબંધિત ઢોર માલિક સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરહિતની કામગીરીમાં તમામ ગૌ ભકતો અને ઢોર માલિકોઓએ સહકાર આપવા વહીવટદાર થરાદ નગરપાલિકા અને મામલતદારે જણાવ્યું છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના ગુગળ ગામમાં સો મિલમાં કામ કરતા આધેડની હત્યા

Back to top button