ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: સંઘર્ષથી સિદ્ધિ, ટાયર પંકચરની દુકાન ચલાવનારા એક સમયે સ્કૂલની ફી પણ ભરી શકતા ન હતા કલેકટર વરુણ બરનવાલ

પાલનપુર: સંઘર્ષ વિના સિદ્ધિ નથી.. સતત પરિશ્રમ, વિપરિત સંજોગો વચ્ચે પણ જીવનમાં ડગલે અને પગલે આવતાં પડકારોને ઝીલી જીવનની કેડી કરનારા અને બનાસકાંઠા જિલ્લાના નવા કલેકટર તરીકે મુકાયેલા આ IAS અધિકારી વરુણ બરનવાલ સાયકલ રિપેરિંગનું કામ કરતા હતા.

એક સાયકલ રીપેરીંગ ની દુકાન ચલાવતો વ્યક્તિ કે જેની પાસે સ્કૂલની ફી ભરવા માટે પણ રૂપિયા ન હતા, છતાં તેમણે સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરીને આઈ.એ.એસ. ઓફિસર બની જાય તે કોઈ નાની સુની વાત નથી. યુવાનો માટે પ્રેરણા રૂપ બનેલા વરુણ બરનવાલ મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરતા કરતા જીવનમાં આવી રહેલા પડકારોને જીલતા આજે એ મુકામ પર પહોંચ્યા છે, જ્યાં આજનો યુવાન પણ પહોંચવા માટેનું એક સ્વપ્ન સેવતો હોય છે.

મોટી સમસ્યા ફી ક્યાંથી ભરવી?

ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મૂળ બોઈસર ના વતની વરુણ બરનવાલ અભ્યાસમાં હોશિયાર હતા. તેમના પિતાને સાયકલ રીપેરીંગની દુકાન હતી. બરનવાલ પરિવારનું પાલન પોષણ આ સાયકલ રીપેરીંગની દુકાનની આવક ઉપર થતું હતું. પરંતુ એક દિવસ અચાનક જ વરૂણના પિતાનું બીમારીના કારણે અવસાન થયું. પરિણામે ઘરના પાલનપોષણ માટે આર્થિક તંગી ઊભી થઈ હતી. આ ગાળો તેઓ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારનો હતો. અભ્યાસની સાથે સાથે હવે માતાને પણ સાચવવાની અને પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી પણ તેમના માથે આવી હતી. ઘરની ચિંતા હોવા છતાં નાશીપાસ થયા વગર વરુણ બરનવાલે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી લીધી હતી.

બનાસકાંઠા કલેક્ટર-humdekhengenews

બનાસકાંઠા કલેક્ટરની અદભૂત કહાની

હવે આગળ અભ્યાસ કરવો હતો, પરંતુ રૂપિયા ની ખેંચ હતી. વરુણ હોશિયાર હોવા છતાં વધુ અભ્યાસ માટે તેમની પાસે આગળ એડમિશન મેળવવા રૂ. 10,000 ની ફી પણ પાસે ન હતી. આ સમયે વરુણની મદદે પિતાની બીમારી સમયે સારવાર કરનાર ડોક્ટર આવ્યા હતા. અને તેમને ફી માટે મદદ કરી હતી. સંઘર્ષ વચ્ચે હવે ધોરણ 12 પાસ કર્યું. ત્યાર પછીની પરીક્ષાઓ તેઓ પાસ કરતા ગયા. ઘર ચલાવવા માટે આખો પરિવાર હવે ભારે મથામણ કરતો રહ્યો હતો. વરુણ સાથે તેમના બહેન અભ્યાસની સાથે સાથે ટ્યુશનના ક્લાસ કરીને આર્થિક જોગવાઈની વ્યવસ્થા કરતા ગયા હતા. આમ સંઘર્ષ જાણે જીવન બની ગયું હતું. પરંતુ આ સંઘર્ષમાંથી તેઓ સાંગોપાંગ બહાર આવ્યા હતા. જેમાં મિત્રો અને શિક્ષકોનો પણ સહયોગ તેમને મળતો રહ્યો હતો.

બનાસકાંઠા કલેક્ટર-humdekhengenews

વધુ અભ્યાસ માટે મિત્રો અને શિક્ષકોનો સહયોગ મળ્યો વરુણને હજુ આગળ અભ્યાસ કરવો હતો. યુપીએસસી ક્લિયર કરવી હતી. ફીની મોટી ચિંતા હતી પરંતુ દોસ્તો અને શિક્ષકોએ વરુણને દિલથી મદદ કરી હતી. જેમાં અભ્યાસની ફી થી માંડીને તેમના પુસ્તકો ખરીદવાથી લઈને જે પણ વસ્તુની જરૂર પડી તેમાં તેઓ દિલથી વરૂણને પડખે ઊભા રહ્યા હતા. જો કે તેમને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી જોબ પણ મળી હતી. પરંતુ મિત્રોની સલાહથી સિવિલ સર્વિસ ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને વર્ષ 2013 માં તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 32 મો રેન્ક હાંસલ કર્યો હતો. જેમાં તેઓ પ્રથમ પ્રયાસમાં જ આઈએએસ બન્યા હતા. તેમના એક વીડિયોમાં તેઓ કહે છે કે, મારી પાસે યુપીએસસીના કોચિંગ ક્લાસ કરવા માટે રૂપિયા ન હતા, ત્યારે મારી આર્થિક સ્થિતિ મારા શિક્ષકોએ જાણી હતી.

જેથી તેમણે ક્યારેય પણ મને ફી ભરી જવા માટે દબાણ કર્યું ન હતું. આમ સતત પરિશ્રમ, સંઘર્ષ વચ્ચે પણ સફળતા મેળવી તેઓ ગુજરાતના આઈએસ અધિકારી તરીકે મુકાયા હતા. તેઓ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે રાજકોટમાં સેવા આપતા હતા. હવે તેઓની બદલી બનાસકાંઠા જિલ્લાના કલેકટર તરીકે કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમીશનર પદે મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Netflixથી Paytm સુધીનો દરેકનો ડેટા હતો’ઓન સેલ’! જાણો દેશની સૌથી મોટી ચોરીની પૂરી કહાની

Back to top button