બનાસકાંઠા: ડીસામાંથી તડીપાર કરેલો આરોપી ઝડપાયો


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી તડીપાર કરેલો આરોપી ઝડપાયો છે. શહેર ઉત્તર પોલીસે 15 દિવસ અગાઉ 6 મહિના માટે તડીપાર કરેલા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
15 દિવસ અગાઉ જ છ મહિના માટે તડીપાર કરાયો હતો
ડીસા પંથકમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે પોલીસ વારંવાર ગુનો આચરતા લોકોની સામે તડીપારની કાર્યવાહી કરે છે. જે અંતર્ગત 15 દિવસ અગાઉ ડીસાના ટેકરા વિસ્તારમાં રહેતા સાગર વાદી નામના શખ્સ સામે પણ તડીપારની કાર્યવાહી કરી હતી અને ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને છ મહિના માટે બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો તેમ છતાં પણ આ આરોપી તેના ઘરેથી મળી આવ્યો હતો.
ડીસા શહેર ઉત્તર પોલીસ ટેકરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે તડીપાર એક આરોપી તેના ઘરે હોવાની ખાનગી રાહે માહિતી મળી હતી જેથી પોલીસ સાગર વાદીના ઘરે પહોંચી તપાસ કરતા સાગર વાદી તેના ઘરેથી મળી આવ્યો હતો. તડીપાર કર્યો હોવા છતાં પણ તે તેના ઘરેથી મળી આવતા શહેર ઉત્તર પોલીસે જીપીએ કલમ 142 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : તારક મહેતા કા ઉલટા ચશ્મા : દયા ભાભીંને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર,જાણો શું કહ્યું અંજલી અને તારકએ…..