બનાસકાંઠા: ડીસા પાસે જીપડાલુ સળગાવી લૂંટ કરનાર આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો
પાલનપુર: ડીસા તાલુકા ના આખોલ પાસેથી જીપડાલુ લુંટી ને ભાગી જનાર આરોપીને પોલીસએ ગણતરીની કલાકોમાં દબોચી લઈ અનેક ગુન્હાઓ નો પર્દાફાશ કર્યો હતો.
આરોપી એક ડઝન જેટલાં ગુન્હામાં સંડોવાયેલ હોવાનું ખુલ્લુ
ડીસાના આખોલ પાસેથી પસાર થઈ રહેલ જીપડાલાને રોકાવી બાઈક અને જીપડાલા ને સળગાવી ચાલક પાસેથી રૂ. 1500 અને મોબાઈલની લૂંટ કરીને ભાગી ગયેલ જે બાબતની ફરિયાદ ડીસા રૂલર પોલીસ મથકે નોંધાતા પી આઈ એસ. એમ. પટણી અને પ્રોબેશનર નાયબ પોલીસ અધિક્ષક કે. કે. રાઠોડએ વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરતા રાજસ્થાન થી આરોપી ગોવિંદસીહ બતુસિંહ ઠાકોર રહેવાસી ઝેરડા વાળો જેને આ લૂંટ કરી હોવાની કબૂલાત કરેલ. જોકે પોલીસે તપાસ કરતા આરોપી ગોવિદસિંહ જિલ્લા ના અલગ અલગ વિસ્તારમાં ધાડ, લૂંટ, ખંડણી, દારૂ,અપહરણ,છેડતી,બ્લેકમેલ,જેવા એક ડઝન ઉપરાંત ગુન્હામાં સંડોવાયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.
ડીસા રૂલર પોલીસને ગુન્હો ઉકેલવામાં સફળતા મળી
ડીસા રૂલર પોલીસ ના પી એસ આઈ બી. જે. ભટ્ટ, હેડ કોન્ટેબલ રાજેશભાઈ,વિજયસિંહ,અશોકભાઈ,રમેશભાઈ,મુકેશભાઈ,ભુપતભાઈ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આરોપીને ઝડપી પાડયા હતા.
આ પણ વાંચો :પુંછ હુમલા અંગે મોટો ખુલાસો, પાંચ પૈકી 3 વિદેશી અને 2 સ્થાનિક આતંકવાદી હોવાનું ખુલ્યું