ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: વામૈયાની મહિલાના ભડથમાં આપઘાત મામલે આરોપી પોલીસ પકડથી દૂર

Text To Speech

પાલનપુર: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે રહેતા એક ગરીબ પરિવાર ની દિકરી ડીસા તાલુકાના ભડથ ગામે પરણાવી હતી. જેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. જેથી પીયરપક્ષ દ્વારા ફરીયાદી દિવાનજી અનાજી ઠાકોરે આરોપીઓ રમેશજી દુદાજી ઠાકોર, અમથુબેન રાજાજી ઠાકોર, રાજાજી અગરાજી ઠાકોર વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન માં ગત તા.29 જૂન’23 ના રોજ ગુ.ર. નં.11195019230510/2023થી ઈ.પી.કો. કલમ 306 તથા 114 મુજબના ગુનાની ફરીયાદ નોંધાવી હતી.

 

સાસરી પક્ષ ભડથના આરોપીઓને હજુ પોલીસ પકડી શકી નથી

ત્યારબાદ આજ દિન સુધી આ ત્રણેય આરોપીઓ ની પોલીસે ધરપકડ કરી નથી.જેને લઇને દીકરીના પિતા દિવાનજી એ બનાસકાંઠા જિલ્લા એસપી ને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ આરોપીઓ માથાભારે અને પૈસાવાળા હોઈ તેમજ મોટી રાજકીય વગવાળા હોઈ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ના અધિકારીઓ તેમને અટક કરવામાં પણ પાછી પાની કરી રહયા છે. અમારી દીકરીને ગળે ટુંપો આપી મારી નાખેલ છે, તેમ છતાં પોલીસ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી.

ડીસા તાલુકા પોલીસએ ફરિયાદ બાદ કાર્યવાહી ના કરતા એસ.પી. ને રજૂઆત

એસ.પી. ને રજૂઆત-humdekhengenews

વધુમાં ડીસા સીવીલમાં અમારી દીકરીનું પોસ્ટમોર્ટમ કરેલ છે. તેમ છતાં આજદિન સુધી તેનો કોઈ રિપોર્ટ ફરીયાદી ને આપેલ નથી કે જાણ કરેલ નથી. આમ ન્યાય મળે તે માટે ફરીયાદીએ બનાસકાંઠા પોલીસ અધિક્ષક પાસે ગુહાર લગાવી છે. અને તાત્કાલિક આ આરોપીઓની ધરપકડ કરી અને પરીવારને ન્યાય મળે તેવી સખતમાં સખત સજા થાય તેની માગ કરી હતી.

આ પણ વાંચો :  બનાસકાંઠા: પાલનપુરમાં ખાડામાં કોર્પોરેટરોનું બેનર લાગતા પાલિકા સફાળી જાગી !

Back to top button