ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ભાભર પાસે સિવિફ્ટ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકને ઈજા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠામાં ભાભર માર્ગ ઉપર વારંવાર અક્સ્માતની ઘટનાઓ બની રહી છે. અગાઉ કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.ત્યારે વધુ એક અક્સ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા ના ભાભરમાં બીજા દિવસે પણ અકસ્માત ની ઘટના સર્જાઈ હતી.જેમાં ભાભર-થરા હાઇવે પર આવેલા જાસનવડા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.

જેમાં પુર ઝડપે જઈ રહેલી સિવિફ્ટ ગાડી અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં બાઈક અને સ્વિફ્ટ કાર ને નુકશાન થયું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દિયોદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના ન પગલે ઘટના સ્થળે લોકો ના ટોળેટોળાં ઉમટ્યાં હતાં.

આ પણ વાંચો :કંગના રનૌત બની ઈન્દિરા ગાંધી, ‘Emergency’નું ટીઝર શેર કરીને કહ્યું- ‘ભારત ઈઝ ઈન્દિરા’

Back to top button