ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : થરાદ-ડીસા હાઇવે પર બલેનો કાર અને ઈકો વચ્ચે અકસ્માત, એકનું મોત


પાલનપુર : થરાદ -ડીસા હાઇવે પર શનિવારે અકસ્માત સર્જાયો હતો.જેમાં ઈકો ગાડીના ચાલકનું ઘટના સ્થળે મોટ નિપજયું હતું. આગામી 31 ઓકટોબરના રોજ વડાપ્રધાન થરાદ ખાતે આવી રહ્યા છે. ત્યારે પીએમના બંદોબસ્તમાં આવતી પોલીસની ખાનગી બલેનો કાર અને ઇક્કો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઇક્કો ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.
જ્યારે એક મહિલા પોલીસ ઘાયલ થયા હતા. હાઇ-વે પર અકસ્માત સર્જાતાં એક કિલોમીટર સુધી બંને બાજુ વાહનોની કતારો લાગી ગઈ હતી. પીએમ ના કાર્યક્રમને લઇ હાઇવે પર વાહનોનું ટ્રાફિક જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા ડાયવરઝન નહિ આપવાના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
આ પણ વાંચો : રાજ્યમાં ઠંડી આવશે વહેલી, આગામી 10 દિવસમાં શિતલહેર માટે તૈયાર રહેવા હવામાન વિભાગની આગાહી