બનાસકાંઠા : NEETની પરીક્ષાઓમાં ગેરરીતી સામે ‘આપ’ એ આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠા 18 જૂન 2024 : NEET પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે છેડછાડના સવાલો ઉઠયા છે.આમ આદમી પાર્ટી દ્વારા ડીસામાં આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરાઈ હતી. NEET પરીક્ષામાં ગેરરીટીને લઈને વિવાદ હવે જોર પકડી રહ્યો છે.
આ જ કારણ છે કે હવે વિપક્ષ પણ સરકાર સામે સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે. હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં વિરોધ કરાયો છે. ડીસામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટર નેહાબેન પંચાલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે, ‘NEET પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. લાખો બાળકોની મહેનત અને સપનાઓ પર મોદી સરકારના આવા કૌભાંડોને કારણે પાણી ફરી વળ્યું છે. દેશ ના વિદ્યાર્થીઓ આ અન્યાય સહન કરશે નહીં. આ કૌભાંડ સામે નવેસરથી પરીક્ષાઓ નહીં લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.
આ પાણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં સ્કૂલવાન ચાલકોએ આવેદનપત્ર આપ્યું