બનાસકાંઠા: જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ડીસામાં આમ આદમી પાર્ટીની બેઠક
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ડીસા ખાતે ઝોન બેઠક યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતવા સાથે આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો મેળવતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ જુસ્સો વધ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આગામી પંચાયતોની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. ત્યારે ડીસા ખાતે આરટીઓ ચાર રસ્તા નજીક જોરબા હોટલ ખાતે આમ આદમી પાર્ટીની ઝોન કક્ષાની બેઠક યોજાઇ હતી.
પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા
જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત મહામંત્રી મનોજભાઈ સોરઠીયા સાથે પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જિલ્લાના આગેવાનો હોદ્દેદારોએ પ્રદેશના નેતાઓનું સન્માન કર્યું હતું. બેઠકમાં આગામી પંચાયતની ચૂંટણીની અનુલક્ષી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા જિલ્લાના હોદ્દેદારો અને આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠાના મહામંત્રી રમેશભાઈ નાભાણી કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા.
આ પણ વાંચો :PM મોદીના ‘વોટિંગ અપીલ’ વીડિયો પર કોંગ્રેસની કાર્યવાહીની માંગ, કહ્યું- ECI બની ગઈ તમાશો