ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા પાસે બનાસ નદીમાં નાહવા પડતા ભડથ ગામનો યુવક ડૂબ્યો

Text To Speech

પાલનપુર: બનાસ નદીમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ડીસાના ભડથ ગામનો યુવક નદીમાં ન્હાવા પડતા ડૂબી જતા મામલતદાર અને તાલુકા પોલીસ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી.

સ્થાનિક તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરી

દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડ્યા બાદ ચાર દિવસમાં બે યુવક ડૂબી ગયા હોવાની ઘટના બની છે. જેમાં બે દિવસ અગાઉ દાંતીવાડા પાસે ડીસા તાલુકાના મહાદેવીયા ગામનો યુવક ડૂબી જતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે ભડથ ગામનો યુવક ગેનાજી ગોળીયા પાસે પસાર થતી બનાસ નદીના પાણીમાં નાહવા પડતા ડૂબી જતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી.

યુવક ડૂબ્યો-humdekhengenews

બનાસ નદીમાં પાણી છોડ્યું ત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા વારંવાર લોકોને નદીમાં અવર જવર ન કરવા કે નાહવા ન જવા માટેની વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં પણ કેટલાક લોકો તંત્રની સૂચનાને અવગણીને બનાસ નદીમાં નાહવા પડતા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ભડથ ગામનો પ્રવિણસિંહ વાઘેલા નામનો યુવક પણ ગેનાજી ગોળીયા પાસેથી પસાર થતી નદીમાં નાહવા પડ્યો હતો અને પાણીના વહેણમાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક તારવૈયાઓ દોડી આવી તેની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર અને પોલીસ સહિતની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : માતર તાલુકાની મહિલાઓએ એવું કામ કર્યું કે બધાં કરે છે વાહ વાહી! વાંચી પુરુષો પણ શરમાશે, જાણો મહિલાઓની કહાની!

Back to top button