ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પતિના આડા સંબંધોથી ત્રાસી કાંટ ગામની મહિલાએ પોલીસ ફરિયાદ કરી

Text To Speech

બનાસકાંઠા 13 જૂન 2024 : ડીસા તાલુકાના કાંટ ગામની મહિલાએ તેના પતિના અન્ય યુવતીઓ સાથેના આડા સંબંધો અને સાસુ-સસરાના ત્રાસથી ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડીસા તાલુકાના કાંટ ગામના જવાનજી ઠાકોર ની દીકરી ચંદ્રિકાના લગ્ન આજથી વિસેક વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના ગઢ ગામના દિનેશજી ડાયાજી ઠાકોર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને એક દીકરો પણ છે. શરૂઆતમાં તેઓના પતિ દ્વારા તેમને સારી રીતે રાખ્યા બાદ તેમના પતિ અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ રાખતા હોવાની જાણ ચંદ્રિકાબેન ને થઈ હતી. જેથી તેઓએ આડા સંબંધ વિશે કહેવા જતા તેમના પતિએ તેમને ખૂબ મારજૂડ કરેલી તેમજ કપડાની બેગ ભરી ઘરેથી નીકળી ગયા હતા. બે દિવસ સુધી તેઓના પતિ ઘરે ના આવતા જે બાબતે તેઓએ તેમના સાસુ મધુબેન અને સસરા ડાયાજીને કહેવા જતા તેમના સસરાએ પણ તેમના દીકરાનો ઉપરાણું લઈ ચંદ્રિકાબેનને મારજુડ કરી સાસુ અને સસરા ઘર બંધ કરીને જતા રહ્યા હતા. જેથી ચંદ્રિકાબેન પાસે રહેવાનો કે ખાવા પીવાનો કોઈપણ આરો ન રહેતા તેઓએ તેમના પિયર કાંટ ગામે જાણ કરતા તેમના ભાઈ અને સગા સંબંધીઓ આવી તેઓને પિયરમાં લાવ્યા હતા.

જે બાબતે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે પતિ દિનેશજી કોઈ કવિતા પંચાલ નામની યુવતી સાથે રહેતા હોય તેમ જ તેઓના અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબંધો હોવાથી તેઓને ઘણાં સમયથી ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે. પરંતુ તેઓ ઘરસંસાર ન બગડે અને દીકરાના ભવિષ્ય માટે થઈને મૂંગા મોઢે બધું સહન કરે જતા હતા. આ બાબતે ડીસા તાલુકા પોલીસે ચંદ્રિકાબેનની ફરિયાદના આધારે તેમના પતિ દિનેશજી ડાયાજી ઠાકોર, સસરા ડાયાજી બીજલજી ઠાકોર અને સાસુ મધુબેન ડાયાજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : દાંતીવાડા – સીપુ ડેમ ઇન્ટરલિંગ પ્રોજેક્ટ બનાસકાંઠાની કાયાપલટ કરશે : ધારાસભ્ય માવજી દેસાઈ

Back to top button