બનાસકાંઠા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડીસામાં પ્રશિક્ષણ તાલીમ શિબિર યોજાઈ
પાલનપુર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન મુજબ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી ના ભાગરૂપે કોમન યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણ માટેની બે દિવસ એ તાલીમ શિબિરનું બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું.
તા 21 મે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી આ શિબિરમાં નોર્થ ઝોન કો-ઓર્ડીનેટર રાધેશ્યામજી, બનાસકાંઠા જિલ્લા કો.ઓર્ડીનેટર સ્મિતાબેન જોશી, અમદાવાદ જિલ્લા કોર્ડીનેટર નરેશભાઈ યાદવ, પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અંકિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર ને સફળ બનાવવા માટે ડીસાના યોગ ટ્રેનર પંચાલ પિન્કીબેન, પટેલ કુસુમબેન, નાઇ ભારતીબેન ની તમામ યોગ ટીમે ખુબ જ સાથ સહકાર આપ્યો હતો.
તેમના સહયોગમાં ડીસા યોગકોચ ગોવિંદભાઈ લીમ્બાચીયા અને વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ શિબિર નો 278 યોગસાધકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ બાદ ઝોન કોર્ડીનેટર રાધેશ્યામજીએ યોગ ટ્રેનર અને યોગકોચને એક કલાકની યોગ તાલીમ આપી હતી.
આ પણ વાંચો : અરવલ્લી : મોડાસાપંથકમાં “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” આયોજન, 2500 થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ કરાઈ અર્પણ