બનાસકાંઠા : ડીસામાં થર્ટી ફર્સ્ટમાં કુલ 12 શખ્સો દારૂ પીધેલી હાલતમાં પકડાયા
- શહેર ઉત્તરમાંથી 8 અને દક્ષિણમાંથી 4 શખ્સો પકડાયા
પાલનપુર 01 જાન્યુઆરી 2024: ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલ બનાસકાંઠામાં થર્ટી ફર્સ્ટમાં દારૂ પીને ફરતા અને ગાડી ચલાવતા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જે અંતર્ગત ડીસામાં પણ ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકમાં કુલ 12 લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થર્ટી ફસ્ટને લઈ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં ડીસામાં પણ શહેર ઉત્તર, દક્ષિણ અને તાલુકા એમ ત્રણેય પોલીસ મથકની અલગ અલગ ટીમોએ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહન ચાલકોની તપાસ થતી હતી. જે અંતર્ગત ડીસા શહેર ઉત્તર પોલીસે કુલ 8 શખ્સોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. જ્યારે શહેર દક્ષિણ પોલીસે 4 લોકોને પકડ્યા હતા. જો કે તાલુકા વિસ્તારમાંથી એક પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાયો ન હતો.
આમ ડીસામાં આવેલ ઉત્તર અને દક્ષિણ પોલીસે થર્ટી ફર્સ્ટમાં દારૂ પીને ફરતા અને વાહન ચલાવતા કુલ 12 લોકોને પકડી પાડ્યા હતા. તમામ સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના આરોપીઓ
- વિક્રમ કેશભાઇ પરમાર
- પ્રકાશ તેજાભાઈ પરમાર
- જગદીશ કરસનભાઈ મેઘવાળ
- મહેન્દ્ર રેવારામ મેઘવાળ
- ઇશ્વર કંથાજી ઠાકોર
- ચમણજી ઘેમરજી ઠાકોર
- ભગા તેજાભાઈ રાવળ
- વિજય ચંદનજી ઠાકોર
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના આરોપીઓ
- ગણપત પુનમાજી રબારી
- સિદ્ધરાજ હેમતાજી સોલંકી
- ભરત પ્રેમભાઈ રબારી
- નિર્મલસિંગ વિનુભા રાઠોડ
આ પણ વાંચો : નડાબેટ,અંબાજી તેમજ કચ્છમાં નવા વર્ષની શરૂઆત થઈ સૂર્ય નમસ્કારથી