બનાસકાંઠા: ડુંગરાળ વિસ્તારમાં એક કિલોમીટર ચાલીને અંબાજી 108ની ટીમે સફળ પ્રસુતિ કરાવી
પાલનપુર: કોઈપણ કટોકટી ની પળ હોય અને એકજ નંબર યાદ આવે તે 108. 108 ની સેવા ની વાત કરીએ તો આ સેવા ગુજરાત ભરમાં મોખરે છે. જેમાં પ્રસુતિ ની પીડા, રોડ અકસ્માત,છાતીમાં દુઃખાવો,જેવી ગંભીર કટોકટીમાં અમૂલ્ય જીવ બચાવ્યા છે. તેવી જ એક ઉમદા કામગીરીની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લા ના અંબાજી 108 ની ટીમને અંદાજે સવારે 08:20 વાગ્યાની આસપાસ કુંભારીયા ગામનો પ્રસુતિ પીડાનો કોલ મળતા તાત્કાલિક અંબાજી 108 ના EMT અલકાબેન અને PILOT મનોજભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
કુંભારીયાની પ્રસુતાને પીડા ઉપડી હતી, 108 મદદે પહોંચી
ત્યાં પહોંચતા દર્દીના પરિવારજનોને સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, દર્દી ડુંગરાળ વિસ્તારમાં છે અને દર્દી ને અસહ્ય પીડા થાય છે. વળી ત્યાં સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેવી વ્યવસ્થા નથી. ત્યારે તાત્કાલિક 108 ના કર્મચારીઓએ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સમાં રહેલ સ્ટ્રેચર અને ડિલિવરી કીટ લઈને ડુંગરાળ વિસ્તાર માં અંદાજે એક કિલોમીટર સુધી ચાલીને દર્દી સુધી પહોચ્યા હતા. જ્યાં દર્દી ને તપાસતા માલૂમ પડ્યું કે દર્દી ને પ્રસુતિની પીડા નો દુ:ખાવો અસહ્ય છે.
ડુંગરાળ વિસ્તારમાં એક કિલોમીટર ચાલીને અંબાજી 108ની ટીમે સફળ પ્રસુતિ કરાવી#banaskantha #pregnency #ambaji #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/mr8Jv4a4Ex
— Hum Dekhenge News (@humdekhengenews) June 30, 2023
સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડશે. જ્યાં 108 ના EMT દ્વારા 108 ની હેડ ઓફિસમાં સ્થિત ડૉકટરના માર્ગદર્શન અને 108 માં રહેલ ડિલિવરી કીટ તથા જરૂરી વસ્તુઓની મદદથી સફળ પ્રસુતિ કરાવતા દીકરીનો જન્મ થયો હતો. ત્યાર બાદ દર્દી ને 108 માં રહેલા સ્ટ્રેચર (સ્પાઈન બોર્ડ ) પર લઈને એક કિલોમીટર સુધી ચાલીને એમ્બ્યુલન્સમાં લીધા હતા. ત્યારબાદ માતા અને બાળક ને વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં દર્દી ના પરિવારજનો દ્વારા 108 ટીમની સુંદર કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો સાથે એ પણ જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવાથી અને 108 ને સમયસર બોલાવાથી ઘણા લોકોના અમૂલ્ય જીવ બચી શક્યા છે.
આ પણ વાંચો :દિલ્હી યુનિવર્સિટીના સમારોહમાં જવા માટે PM મોદીએ મેટ્રોમાં કરી સફર, મુસાફરો સાથે કરી વાતચીત