ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : “મિશન લાઈફ – પર્યાવરણલક્ષી જીવનશૈલી” વિષય પર વિશેષ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

  • “પર્યાવરણ સંરક્ષણ માટે શરૂઆત પોતાના ઘર થી કરો: પ્રવીણભાઈ માળી
  • રોજિંદી જીવન શૈલી માં બદલાવ કરી પર્યાવરણ અને જીવન નું જતન કરીયે : ડો.નવીનભાઈ

પાલનપુર: ભારત સરકાર ના માહિતી અને પ્રસારણ મંત્રાલય ના કેન્દ્રીય સંચાર બ્યૂરો અને વન સંવર્ધન કેન્દ્ર , ( નર્સરી) ડીસા ના સંયુક્ત ઉપક્રમે નર્સરી આથમણા વાસ ખાતે “મિશન લાઈફ – પર્યાવરણલક્ષી જીવનશૈલી” વિષય આધારિત જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિધારર્થીઓ, સામાજીક કાર્યકરો, જનપ્રતિનિધિઓ, અઘિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

આજે વિશ્વ જળવાયુ પરિવર્તન ની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે માનનીય વડાપ્રધાન ની મિશન લાઇફ ની સંકલ્પનાઓ ને સાકાર કરવા તેમજ જીવનશૈલી ને પર્યાવરણ અનુકૂળ બનાવવા પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો પાલનપુર દ્વારા આયોજીત આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમ માં મિશન લાઇફ અંતર્ગત વ્યક્તિગત જીવન માં બદલાવ ના ભાગરૂપે સંકલ્પ લઈ પર્યાવરણ લક્ષી જીવન શૈલી અપનાવવા તેમજ આ ઝુંબેશ ને સાર્વજનિક બનાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું .

ડીસા ના માનનીય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ મિશન લાઇફ ના સંકલ્પો ને ડીસા ના ધર ધર સુધી પહોચાડવા અપીલ કરતા જણાવ્યું હતું કે એક ખેડૂત પુત્ર હોવાની સાથે મારી પર્યાવરણ માટે તેમજ દેશ પ્રત્યે કેટલીક ફરજો બને છે આ માટે હું દર વરસે વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે સંકલ્પબદ્ધ છું સાથે આપણે વિદ્યાર્થી જીવન થી શરૂ કરી જવાબદાર નાગરીક ની નૈતિક ફરજ ના ભાગરૂપે પોતાના વિસ્તારમાં એક પણ વૃક્ષ ઓછું થવા દઈએ નહિ અને જીવન ભર આ સંકલ્પ નું પાલન કરીયે વીજળી , પાણી , ધરતી નું જતન કરવા સુટેવો અપનાવીએ આજ મિશન લાઇફ ને ચરિતાર્થ કરવાનો સાચો માર્ગ છે. તેઓ એ કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરી સૌને પર્યાવરણ જાળવણી માટે અપીલ કરે હતી.

ડીસા ના જાણીતા પર્યાવરણવિદ્ તેમજ સમાજસેવક ડો.નવીન ભાઈ એ પર્યાવરણ સમર્પિત પોતાના જીવન ની વાત કરતા પ્રકૃતિ ની જાળવણી ના પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે પર્યાવરણલક્ષી જીવન વિકસાવવા કુદરત ના જીવનજરૂરી સ્રોતો નો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરવું ખૂબ જરૂરી છે માનવીય સંકલ્પો દ્વારા પૃથ્વી પરના પ્રાપ્ત સ્રોતો ના જરૂરી ઉપયોગ સાથે જ વ્યક્તિગત રીતે હવા નું પ્રદુષણ પ્લાસ્ટિક ના ઓછા ઉપયોગ દ્વારા ધરતી નું પ્રદૂષણ અટકાવવું આપની નૈતિક ફરજ છે. ડીસા ના પ્રગતિશીલ ખેડૂત જેઓ મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા નાની ઉંમર માં ખૂબ નામના મેળવી છે તેમજ પ્રધાનમંત્રી ના “ મન કી બાત” કાર્યક્રમ માં જેમની નોંધ લેવાઈ છે એવા નાગફણા ગામના પંકજભાઈ દેસાઈ એ પોતાનું ઉદાહરણ આપતા પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણ તેમજ જૈવ વિવિધતા ચક્ર નું કેવી રીતે જતન કરી શકાય એના સંદર્ભે વિચારો રજૂ કર્યા હતા. નાયબ વનસંરક્ષક નટરાજભાઈ સાધુ એ સરકાર દ્વારા વૃક્ષ સંવર્ધનના વિવિધ કાર્યક્રમો ની જાણકારી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. તેમજ અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરીવાર ના કલાકારો દ્વારા વિષય અનુરૂપ નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત શ્રોતાઓ સાથે પર્યાવરણ જાળવણી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમ સંદર્ભે આગળના દિવસે માતૃ શ્રી એસ.એમ.જી રાજગોર હાઇસ્કુલ,રાણપુર ખાતે આયોજીત ચિત્રકળા, નિબંધ,વકતૃત્વ અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનાં વિજેતાઓને અતિથિઓ દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે અનુરૂપ પર્યાવરણ જાળવણી માટે ના રાણપુર હાઇસ્કુલ ના આચાર્ય જયેશભાઈ જોષી ને શિક્ષકગણ ના પ્રયાસો માટે તેમને સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર નો ભરપુર સહયોગ પ્રાપ્ત થયો હતો, વન સંરક્ષક વિભાગ, ડીસા ના તમામ કર્મચારીઓ અધિકારીઓ ના વિશેષ સહયોગ ની પ્રશંસા કરતા કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અઘિકારી, જે.ડી ચૌધરી તેમજ આભારવિધિ નાયબ વન સંરક્ષક નટરાજ ભાઈ સાધુ એ કરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : બનાસ ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટે રૂ.10 નો વધારો

Back to top button