ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના ભીલડી પાસેથી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપાઇ

Text To Speech
  • દારૂ અને ગાડી સહિત 4.71 લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણ સામે ફરિયાદ

પાલનપુર : ડીસા તાલુકાના ભીલડી પાસેથી બોર્ડર રેન્જ ભુજ સાયબર ક્રાઈમની ટીમે દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે. તેમજ ચાલકની અટકાયત કરી ત્રણ શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોર્ડર રેન્જ ભુજ સાયબર ક્રાઇમની ટીમે આજે ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે અને રાજસ્થાનથી સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડયો છે. જેમાં સાઇબર ક્રાઇમ ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળતા જ તેમણે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી નીકળતા તેને ઊભા રહેવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી પૂરપાટ ઝડપે ભગાવી દીધી હતી.

જેથી પોલીસની ટીમે તેનો પીછો કર્યો હતો તે દરમિયાન સ્કોર્પિયો ગાડીના ચાલકે અચાનક સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ખેંટવા પાસે રોડની સાઈડમાં ફસાઈ ગઈ હતી. જેથી પોલીસની ટીમે સ્કોર્પિયો ગાડીને ઝડપી લીધી હતી.ગાડીમાં તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી સાયબર ક્રાઇમની ટીમે ગાડીના ચાલક સંજય જયરામ કાવાની અટકાયત કરી હતી અને દારૂ અને સ્કોર્પિયો ગાડી સહિત કુલ 4.71 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગાડીના ચાલક સહિત દારૂ મંગાવનાર અને બનાવનાર સહિત ત્રણ લોકો સામે પ્રોહીબિશન એક્ટ મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના વાણસા-ગોળીયામાં ભજન સંધ્યા કાર્યક્રમમાં કલાકારો પર થયો નોટોનો વરસાદ

Back to top button