ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : દાંતા પાસે જીતપુરમાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ વેસ્ટ યોગ્ય જગ્યાએ નિકાલ કરાતો ન હોવાની અનેક ફરિયાદો ઉઠતી રહે છે. તેની વચ્ચે જ દાંતા તાલુકાના જીતપુર ગામમાં પણ આવો જ એક મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

દાંતા તાલુકાના જીતપુર ગામના તળાવ પાસે આવેલા નાળામાં ડોક્ટરો દ્વારા ઉપયોગ કરાયેલા ઇન્જેક્શનનો મેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. તળાવ પાસે આ રીતે ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલો જથ્થો કોણે ફેંક્યો છે તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ રીતે ઉપયોગ કરીને ઇન્જેક્શનનો જથ્થો ફેકનાર સામે લોકોમાં રોષ પ્રસરી છે.

બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની પણ રાડ ઉઠી

અહીંના આદિવાસી વિસ્તાર એવા ગ્રામ્ય કક્ષાએ કેટલાક બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની પણ રાડ ઉઠી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ એ ખાનગી રહે તપાસ કરાવીને આવા કહેવાતા બોગસ તબીબો સામે અને મેડિકલ વેસ્ટ ફેકનાર સામે યોગ્ય કાર્યવાહી કરવી કરવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો :પાલનપુર: જી. ડી. મોદી કોલેજના NSS ના સ્વયં સેવકોએ લીધી NDRF ની તાલીમ

Back to top button