ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના મહાદેવીયા ગામે દારૂબંધીનો અમલ કરાવવા પોલીસને રજૂઆત

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના મહાદેવીયા ગામના લોકોએ ગામમાં દારૂ વેચવા તથા દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ દારૂ વેચવા તેમજ પીવા પર દંડકીય તેમજ સામાજિક બહિષ્કારની જોગવાઈઓ કરી આ બાબતે કડક અમલ કરાવવા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે.

ગામમાં કોઈ વ્યક્તિ દારૂ વેચે છે કે દારૂ પીધેલો પકડાશે તેનો કરાશે સામાજિક બહિષ્કાર

ડીસાના મહાદેવીયા ગામમાં દારૂનું દુષણ ખૂબ જ વધી ગયું હોય ગામના યુવાનોએ જાગૃત થઈ આ બદીને ઘરમૂળથી નાશ કરવા કમર કસી છે. ત્યારે ગામમાં દારૂ વેચવા કે પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે 11,000 નો દંડ વસૂલ કરવામાં આવશે તેમજ ગામના પાંચ આગેવાનોની સંમતિ પછી જ તેને છોડવામાં આવશે .આ ઉપરાંત ગ્રામજનોએ ગામમાં લગ્ન તેમજ ધાર્મિક પ્રસંગ સિવાય ડીજે સાઉન્ડ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ બંને પ્રસંગો સિવાય ડીજે વગાડનાર સામે રૂપિયા 51 હજારનો દંડ લેવાનું નક્કી કરાયુ છે. ગામમાં આ પ્રતિબંધિત નિયમોનો ભંગ કરનાર સામે આકરા પગલાં લેવામાં આવશે તેમજ તેમનો સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે.

મહાદેવિયાના ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાંથી દારૂની બદી હટાવવા જણાવ્યું હતું. પોલીસે પણ આવા કોઈ તત્વો જણાય તો તુરંત જાણ કરવા તેમજ તેઓના નામ આપશે તો રેડ સુધીની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી.

આ પણ વાંચો :સંઘ, મહાત્મા ગાંધી, ગોડસે સંબંધિત કેટલાક તથ્યો NCERTના નવા પુસ્તકમાંથી હટાવાયા

Back to top button