ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરાયો

Text To Speech
  • વાહનોને અન્ય માર્ગો ઉપર અપાયા ડાયવર્ઝન
  • નો પાર્કિંગ ઝોન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ

પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બર ના રોજ અંબાજી ખાતે પધારી રહ્યા છે. જેવો અહીંયા સભાને સંબોધન પણ કરવાના છે. અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ત્યારે ચીખલા ખાતે સભા સ્થળ, મંદિરમાં પૂજા -અર્ચના, ગબ્બર (પર્વત) ખાતે મહા આરતી જેવા વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેનાર છે. ત્યારે પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લા કલેકટર આનંદ પટેલે ‘નો ડ્રોન ફલાય ઝોન’, અને નો પાર્કિંગ અને વાહન ડાયવર્ઝન ને લગતા અલગ-અલગ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે.

બનાસકાંઠા-HUMDEKHENGENEWSજેમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ માં હાંતાવાડા માં તૈયાર કરાયેલ હેલી પેડ, સભાસ્થળ ચીખલા અને ગબ્બર (પર્વત) અંબાજીના એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. જેમાં રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, કવાડ કોપટર, પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર- પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ બલુન તેમજ પેરા જમ્પિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વાહનોને ડાયવર્ઝન અપાયા

  • આ બે દિવસ દરમિયાન રાજસ્થાન તરફના અંબાજી થઈને હિંમતનગર અમદાવાદ જતા વાહનોએ સ્વરૂપગંજ, રોહીડા, માંડવા, હડાદ, પોશીના ત્રણ રસ્તા થઈ હિંમતનગર થઈને અમદાવાદ જવાનું રહેશે. આ માર્ગે જ અમદાવાદ થી રાજસ્થાન તરફ આ રૂટ ઉપર પરત જઈ શકાશે.
  • વિરમપુર થી અંબાજી થઈ દાંતા તથા હિંમતનગર જતા તેમજ દાંતા તથા હિંમતનગરથી અંબાજી થઈ વિરમપુર તરફ જતા તમામ વાહનો પાલનપુર થી દાંતા હિંમતનગર તેમજ વિરમપુર તરફ જવાનું રહેશે
  • દાંતા થી અંબાજી થઈ રાજસ્થાન તથા હિંમતનગર જતા તમામ વાહનો રાવણ ટેકરી થઈ રાજસ્થાન તથા હિંમતનગર તરફ જઈ શકશે.

આ વિસ્તાર ‘નો પાર્કિંગ’ જાહેર

  1. અંબાજી ટાઉન વિસ્તાર
  2. અંબાજી- દાંતા હાઈવે
  3. અંબાજી- આબુરોડ હાઈવે
  4. અંબાજી -હડાદ હાઇવે
  5. અંબાજી થી વિરમપુર રોડ ઉપર કોઈપણ વાહનો પાર્ક કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચીનના ચાંગચુન શહેરમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ, 17ના મોત, 3 ઘાયલ

Back to top button