બનાસકાંઠા : ડીસામાં દિવ્ય ચક્ષુ કલાકારોના કંઠે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા 18 જૂન 2024 : ડીસામાં ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા-ડીસા અને લાયન્સ ક્લબ-ડીસા દ્વારા દિવ્ય ચક્ષુ કલાકારોના કંઠે સંગીતનો વિશિષ્ટ કાર્યક્રમ સૂરીલી સંધ્યાનું આયોજન કરાયું હતું. જેમાં શનિવારે રાત્રે ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા-ડીસા, લાયન્સ ક્લબ-ડીસા અને વોકલ સ્ટાર ગૃપ-અમદાવાદના સહયોગથી શહેરના લાયન્સ હોલ ખાતે અમદાવાદના દિવ્ય ચક્ષુ કલાકારોના કંઠે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્ય ચક્ષુ કલાકારોએ પોતાના સુરીલા કંઠે ગીતો દ્વારા ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા-ડીસાના પ્રમુખ રમેશભાઇ ઠક્કર, મંત્રી નિલેશભાઇ રાવલ, ટ્રસ્ટીઓ સર્વ ડૉ.અજયભાઇ જોષી, ડૉ. મનોજભાઇ અમીન, રાજુભાઇ ઠક્કર (નોટરી), પરેશભાઇ જીવરાણી, લાયન્સ કલબના પ્રમુખ મનિષભાઇ શાહ, મંત્રી રમેશભાઇ માળી, સુરેશભાઇ કોઠારી, નિલેષભાઇ કંસારા સહીત ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા-ડીસાના કારોબારી સભ્યો પારસભાઇ ત્રિવેદી, નિરવભાઇ ચાંપાનેરી, ડેનીશભાઇ સોની, મહેશભાઇ મનવર, લલીતભાઇ સોની, રાજુભાઇ ઠક્કર (સંકલ્પ), મહીલા સહસંયોજીકા પ્રીતિબેન શાહ અને વીણાબેન માધવાણી, બળદેવભાઇ રાયકા, રાજુભાઇ યાજ્ઞિક, રમેશભાઇ કસ્તુરજી પંચાલ, રમેશભાઇ શાહ અને અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પીએમ મોદીની ‘મન કી બાત’ 30 જૂનથી ફરી શરૂ, દેશવાસીઓ પાસે વિચારો કર્યા આમંત્રિત