બનાસકાંઠા : ડીસામાં સગીર યુવતીને યુવક ભગાડી ગયો


- મહોલ્લામાં રહેતી સગીરાને લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા ફરિયાદ
પાલનપુર : ડીસા શહેરના ડોલીવાસમાં રહેતો યુવક પોતાના જ વાસની સગીર યુવતીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસા શહેરના ડોલીવાસમાં રહેતા દશરથજી બાબુજી ઠાકોર છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને પરિવારમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.જેમાં તેમની બીજા નંબરની 17 વર્ષની દીકરી ગઈકાલે બપોરે મોડે સુધી ઘરે ન જણાઈ ન હતી.આથી તેઓએ તપાસ કરતા ડોલીવાસમા જ રહેતો સુરેશ રમેશભાઈ ઠાકોર જે અગાઉ આ સગીરા સાથે પરિચયમાં હતો અને તેની સાથે વાતચીત કરતો હતો તે પણ પોતાના ઘરે હતો નહીં.
આથી બંનેના પરિવારજનોએ સગા સંબંધીઓમાં શોધખોળ આદરી હતી પરંતુ તેઓનો ક્યાંય અતોપતો લાગ્યો ન હતો. આથી દશરથજી ઠાકોરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પોતાની સગીર વયની દીકરીને સુરેશ ઠાકોર ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના ભીલડી પાસે ઇનોવા કાર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર