બનાસકાંઠા: ડીસાના જૂન માસમાં નિવૃત્ત થયેલા કર્મી.ઓની એક પેન્શન ઇજફો મેળવવા મળી બેઠક


પંકજ સોનેજી, પાલનપુર: ડીસાના સાઈબાબા મંદિર ખાતે જૂન માસમાં નિવૃત થયેલા તમામ ખાતાના કોઈપણ હોદ્દો ધરાવતા બધા કર્મચારીઓ અધિકારીઓને એક પેન્સન ઇજફો મળવાપાત્ર છે. આ બાબતે વ્યક્તિગત રીતે કોર્ટમાં જે લોકો ગયા હતા તેમની તરફેણમાં ચુકાદો આવ્યો છે. ગુજરાત સરકાર આ કાયદા સામે સુપ્રિમકોર્ટમાં ગઈ હતી. ત્યાં પણ ચુકાદો કર્મચારીઓની તરફેણ માં આવ્યો છે.
જેથી જૂન માસમાં નિવૃત્ત થયેલા ડીસા તાલુકાના કર્મચારી ઓની એક પેન્શન ઇજાફો મેળવવા માટેની બેઠક નાગરભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળી હતી . આ બેઠકમાં ઉપસ્થિત સૌ કર્મચારીઓ એ ગાંધીનગર ખાતેની તારીખ 30 જૂન 2023 ની બેઠકમાં જવા માટેની સ્ટ્રેટેજી નક્કી કરી હતી. આ બેઠકમાં અમરતભાઈ પટેલ, પ્રવીણભાઈ સાધુ , ચંદુભાઈ એટીડી અને જયંતીભાઈ ટી. પટેલે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો :બનાસકાંઠા: અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ