બનાસકાંઠા: ડીસામાં જાહેરમાં તીક્ષણ હથિયાર લઈ ફરતો શખ્સ ઝડપાયો
પાલનપુર: ડીસા શહેરમાં જાહેરમાં તીક્ષણ હથિયાર લઈ ફરતો શખ્સ ઝડપાયો છે. શહેર ઉત્તર પોલીસે ચપ્પા સાથે યુવકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તર પોલીસે ચપ્પા સાથે યુવકની અટકાયત કરી
જાહેરમાં તીક્ષણ હથિયાર લઈ ફરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો ખોફ ફેલાવા માટે આવા તીક્ષણ હથિયારો લઇ ફરતા હોય છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ ડી. બી. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ જે. ડી. પરમાર પેટ્રોલિંગમાં હતા. તે સમયે બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં એક શખ્સ તીક્ષણ હથિયાર લઈ ફરતો હોવાની માહિતી મળી હતી.
જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને ઉભો રખાવી તેની તલાસી લેતા તેની પાસેથી તીક્ષણ હથિયાર ચપ્પુ મળી આવ્યું હતું. જેથી પોલીસે મહેશ ઉર્ફે ટકો લુહાર નામના યુવકની અટકાયત કરી હતી, અને તીક્ષણ હથિયાર ચપ્પુ જપ્ત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :જોધપુરમાં હુમલા બાદ MLAએ કરી સુરક્ષાની માંગ, ‘મારી સુરક્ષા સરકારની જવાબદારી’