બનાસકાંઠા : ડીસામાં ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપાયો


બનાસકાંઠા 10 જૂન 2024 : ડીસા શહેર દક્ષિણ પોલીસે જાહેરમાં મોબાઈલ પર ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે યુવકની અટકાયત કરી સટ્ટાની આઇડી આપનારની તપાસ હાથ ઘરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે ડીસા શાકમાર્કેટ ની બાજુમાં જાહેરમાં એક શખ્સ મોબાઈલ પર આઈ.ડી.વડે સટ્ટો રમતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને પકડી તેના મોબાઇલની તપાસ કરતા તે મોબાઈલ પર આઇ.ડી. વડે સટ્ટો રમતો હોવાનો જણાયું હતું જેથી પોલીસે તરત જ તેની અટકાયત કરી હતી. ઝડપાયેલ શખ્સ કાંતિલાલ ટેકચંદ ઠક્કર રહેવાસી ઉમિયા નગર, ડીસા નો મોબાઇલ જપ્ત કરી તેમાં અંદર રહેલી આઇડી લિંકની તપાસ કરી આઈડી આપનારની પણ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ એક્તા સંગઠન બનાસકાંઠાની બેઠક યોજાઈ