બનાસકાંઠા: અંબાજીના માર્ગે દસ હજાર વૃક્ષોનું ગ્રીનકવચ
- અંબાજી જતા પદયાત્રીઓ માટે આશીર્વાદ અને યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
પાલનપુર : યાત્રાધામ અંબાજીને જોડતા માર્ગો ઉપર 10,000 જેટલા વૃક્ષોનું ગ્રીન કવચ આકાર પામી રહ્યું છે. જે આગામી દિવસોમાં અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદ રૂપ તો વળી યાત્રિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
યાત્રાધામ અંબાજીને જોડતા માર્ગને ચાર માર્ગીય બનાવવામાં આવ્યા છે. નવીન માર્ગો બનવાને કારણે માર્ગ નજીકના નડતર રૂપ વૃક્ષો કાપીને દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે વનવિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા ચાર માર્ગીય રસ્તા આસપાસ 10000 વૃક્ષોનો એક ગ્રીન બેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે તત્કાલીન પરિક્ષેત્ર વન અધિકારી પી. ડી. ફોફએ જણાવ્યું હતુ કે, અંબાજી થી દાંતા સુઘીના માર્ગે પર 2500 રોપા સેથોડીયા અને અંબાજીથી હડાદ માંકડ ચંપા સુઘી ટેબોબિયાના રોપાનું રોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષો તૈયાર પણ થઈ રહ્યાં છે.
જે વૃક્ષો પર આકર્ષક ફૂલો માર્ગની શોભા સાથે પર્યાવરણની દ્વષ્ટિએ સહિત યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જયારે વિસ્તરણ અધિકારી દાંતા રેન્જના પરીક્ષેત્ર વન અધિકારી પ્રવીણભાઇ ભુતળીયાના જણાવ્યા મુજબ દાંતાથી સતલાસણા અને દાંતા થી પાલનપુર માર્ગ પર કુલ 6400 રોપા વડ અને પીપળના રોપણ કરવામાં આવ્યા છે. જેની નિયમિત માવજત સાથે પ્રોટેક્શન પણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષોને કારણે અંબાજીનો માર્ગ ગ્રીન બેલ્ટ સાથે ઓકસીજન કવચ પુરવાર થશે. એટલુજ નહી અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો : બનાસકાંઠા: જીએસટી વિભાગની વેરિફિકેશન ડ્રાઈવ, દાંતાના મોટાભાગના વેપારીઓ દુકાનો બંધ કરી રફુચક્કર