બનાસકાંઠા : અંબાજી 108 ટીમની મહીલા કર્મચારીએ ગબ્બર પર્વતના 350 પગથીયા ચડીને દર્દીનો જીવ બચાવ્યો
પાલનપુર : અંબાજી 108 ની ટીમને રવિવારના રોજ અંદાજે 12:30 વાગે છાતીમાં દુ:ખાવાનો કોલ મળ્યો હતો. જેથી અંબાજી 108 ની ટીમ ના EMT અલકાબેન અને PILOT ગુલાબ સિંહ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચતા માલૂમ પડ્યું હતું કે, 78 વર્ષના દર્દી ગોપાલરામ ગબ્બર ઉપર ચડતા હતા.
108 ની ટીમને મળ્યો કોલ
ત્યારે અંદાજીત 370 પગથીયા ચડ્યા અને અચાનક છાતીના ભાગે દુ:ખાવો થતાં તેમના સગા-વહાલાએ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર 108 ને કોલ કર્યો હતો. ત્યાર બાદ EMT અલ્કાબેન તેમના સાથી પાઇલોટ ગુલાબસિંહની મદદ લઈને જરૂરી સ્ટેચરની સાથે 350 પગથીયા ચડીને દર્દી સુધી પહોંચ્યા હતા. દર્દીને તપાસતા માલૂમ પડ્યું હતું કે દર્દી ને છાતીમાં ખૂબ જ દુઃખાવો, ચક્કર અને ઊલ્ટીઓ થતી હતી. તરત જ સ્ટેચર પર દર્દીને લઈને પર્વત ઉપરથી નીચે ઉતર્યા બાદ એમ્બ્યુલન્સ લીધા હતા.
ત્યાર બાદ અમદાવાદ હેડ ઑફિસ સ્થગીત ડૉકટરની સલાહ મુજબ જરૂરી સારવાર આપી અને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. દર્દીના સગાએ 108 ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો. અને જણાવ્યું હતું કે, સાચા અર્થમાં 108 એ નવજીવન આપનારી કડી છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: નર્મદા જિલ્લામાં શું ભાજપ કરી શકશે પ્રવેશ ? શું છે રાજકીય સમીકરણ