ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: આગડોલમાં પરિવાર રમેલમાં ગયો અને તસ્કરો તિજોરી તોડી રૂ. એક લાખને દાગીનાની ચોરી કરી ગયા

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના જાવલ ગામે રહેતા બાબુભાઈ નાઈ શુક્રવારની રાત્રે આગડોલ ગામે પરિવાર સાથે રમેલમાં ગયા હતા. તેઓ પોતાના પરિવાર સાથે મકાન બંધ કરી રમેલમાં ગયા બાદ વહેલી સવારે ચાર વાગ્યે તેમના ભાણેજનો ફોન આવ્યો હતો અને તેમના મકાનના દરવાજાનું તાળુ તૂટેલું હોવાનું જણાવતા તેઓ તરત જ ઘરે પરત ફર્યા હતા. તપાસ કરતા તેમના મકાનના દરવાજાના બધા જ તાળા તૂટેલા હતા. જેથી તેઓએ ઘરમાં પ્રવેશ કરી જોતા માલસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. અને અજાણ્યા તસ્કરો તિજોરી તોડી એક લાખ રૂપિયા રોકડ અને દાગીનાની ચોરી કરી ગયા હતા.

મકાનમાં ચોરી-humdekhengenews

આ ઘટના અંગે મકાન માલિક બાબુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ આગડોલ ગામે માતાજીની રમેલ ગયા હતા અને વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે તેમના ભાણેજે ફોન કરીને મકાનના તાળા તૂટેલા હોવાનું કહેતા અમે તરત ઘરે પાછા આવ્યા હતા. તપાસ કરતાં જોયું તો મકાનમાં ચોરી થઈ હતી. જે બાબતે અમે ડીસા તાલુકા પોલીસને જાણ કરી છે. મધ્યમ વર્ગીય બાબુભાઈ નાઇના મકાનમાં આટલી માલમત્તાની ચોરી થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તેવી સ્થિતિ સર્જાતા પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરાવતા પહેલા આ વાંચી લો, નહિ તો નવી જંત્રીના દર લાગુ થશે !

Back to top button