બનાસકાંઠા: ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાંથી જોખમરૂપ ઝાડ કાપી નખાયું


પાલનપુર: ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સુકાઈને ઊભેલું જોખમરૂપ ઝાડ વાવાઝોડામાં કોઈ નુકસાન ન કરે તે માટે આમ આદમી પાર્ટીના સદસ્યની રજુઆતના પગલે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના સદસ્યની રજૂઆત બાદ પાલિકાની કાર્યવાહી
ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં મુખ્ય રોડ પર લીમડાનું ઝાડ ઘણા સમયથી ભયજનક સ્થિતિમાં હતું. આ અંગે આ ઝાડ હટાવવા આ વિસ્તારના રહીશોએ અનેક રજૂઆતો કરી હતી. જો કે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હતી.
ત્યારે હવે બિપરજોય વાવાઝોડાના પગલે આ ઝાડ પડે તો મોટું નુકસાન કરે તેવી સંભાવના હોવાથી ડીસા પાલિકાના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે દ્વારા પાલિકામાં તાત્કાલિક ધોરણે આ ઝાડ હટાવવા રજૂઆત કરાઈ હતી. જેને પગલે નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ સહિત સેનીટેશનની ટીમ ખડેપગે ઉપસ્થિત રહી તાત્કાલિક ધોરણે આ ઝાડને કાપી નાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :બનાસકાંઠા: લો બોલો…! બાઈક ચોરવા તસ્કરો ડીસામાં રિક્ષામાં ફરતા, બે શખ્શોની પોલીસ સમક્ષ કબૂલાત