બનાસકાંઠા: પાલનપુરના સલેમપુરામાં ગાયે બાળકને રગદોળી નાખ્યો
પાલનપુર: રખડતા ઢોરોનો ત્રાસ માત્ર એક શહેર જ નહીં અનેક શહેરોની સમસ્યા બની ગયો છે. રખડતા ઢોરોની અડફેટે રસ્તે ચાલતા અનેક રાહદારીઓ ઈજાગ્રસ્ત બન્યા છે, તો કેટલાકે પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ઢોરોના ત્રાસથી હવે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે પાલનપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે છતાં તંત્ર શિથિલ અવસ્થામાં માંડ માંડ જીવ બચ્યો
જેમાં એક નાના બાળકને ભુંરાટી થયેલી ગાય રગદોળી રહી હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. અહીંના સલેમપુરા વિસ્તારની નવી મસ્જિદ પાસેની આ ઘટના છે. જેમાં એક ગાય બાળકના પાછળ પડે છે. અને શિંગડામાં ભરાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે મોઢા વડે તેને સતત રગદોળી નાખે છે. બાળક ગાયથી બચવા માટે આમતેમ દોડાદોડી કરે છે. આ ઢોરનો આતંક આ વિસ્તારમાં અડધો કલાક સુધી ચાલ્યો હતો. છેવટે કેટલાક લોકોએ દોડી આવી અને બાળકનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે, રખડતા ઢોરો સામે સત્વરે કાર્યવાહી કરો. છતાં પાલનપુર પાલિકાનું તંત્ર નીંભર બની ગયો છે, ત્યારે હવે રખડતા ઢોરોના ત્રાસથી પ્રજાજનોને ક્યારે છૂટકારો મળશે તેવા પ્રશ્નો પુછાઈ રહ્યા છે.
આ પણ વાંચો : મણિપુર હિંસામાં જીવ ગુમાવનારાઓમાં કુકી લોકોની સંખ્યા બે તૃતીયાંશ; 181 મૃતકોમાં 113 કુકી: રિપોર્ટ