ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: ડીસાની મંડળી દ્વારા મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયો


પાલનપુર: ડીસાની ધી નવનિર્માણ બચત અને ધિરાણ સહકારી મંડળી લી દ્વારા ગત 11/02/2023ના રોજ ભીલડી એ.એસ.આઇ.તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ બાબુભાઈ નાઇનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેમના આકસ્મિક મૃત્યુ બાદ આજરોજ (શનિવારે) ડીસાની ધી નવનિર્માણ બચત અને ધિરાણ સહકારી મંડળી લી દ્વારા તેમના પરિવારજનોને મંડળીના ચેરમેન તારિક સોલંકી, મંડળીના ડિરેક્ટર રમેશભાઈ બાબુલાલ લોધા અને દક્ષિણ પોલીસ મથકના પીઆઈ શકિતસિંહ ગોહિલ અને પીએસઆઇ ચૌધરીના વરદ હસ્તે રૂપિયા પચાસ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : જુનીયર કલાર્કની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનું કૌભાંડમાં ઝડપાયેલા ચારેયના 7 દિવસના રીમાન્ડ મંજૂર