ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ઉંબરીમાં બનાસ નદીના પટમાં પુલ જેસીબી મશીન સાથે તૂટી પડ્યો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના શિહોરી પાસે બનાસ નદીના તૂટી ગયેલા પુલનો કેટલાક ભાગને તોડવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં જેસીબી મશીનની મદદથી આ પુલને તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે અચાનક જ પુલના સ્લેબનો વચ્ચેનો ભાગ ધડાકા સાથે જેસીબી મશીન લઈને તૂટી પડ્યો હતો. આ કામગીરીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

 

જેસીબી મશીનથી પુલ તોડવાની કામગીરી કરતો વિડિયો થયો વાયરલ

બનાસકાંઠા જિલ્લાના શિહોરી- પાટણને જોડતો બનાસ નદી ઉપરનો પુલ ઘણા સમયથી તૂટેલો હતો. જેનો બાકી રહેલો ભાગ હવે સંપૂર્ણ રીતે નદીના પટમાં તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. આ કામગીરી સમયે ડ્રાઇવર જેસીબી મશીનથી પુલના ઉપરના ભાગે સ્લેબને તોડી રહ્યો હતો. દરમિયાન અચાનક જ ધડાકા સાથે જેસીબી મશીન લઈને પુલનો ભાગ નદીના પટમાં તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે જેસીબી મશીનના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાના પગલે નદીના પટમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :વન પર્યાવરણ મંત્રીની મોટી જાહેરાત, અંબાજીના કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિગની સ્થાપના થશે

Back to top button