ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના આસેડા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું મોત

Text To Speech

પાલનપુર : બનાસકાંઠામાં ડીસા – પાટણ હાઈવે પર આજે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર પતિનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની અને બાળકને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં હતા.

મહેસાણા જિલ્લાના સાદુથલા ગામના વતની મંગળસિંહ ઝાલા તેમની પત્ની અને પુત્ર સાથે બાઈક પર ડીસા તેમના સંબંધીને મળવા માટે આવી રહ્યા હતા. અને તેઓ ડીસા પાટણ હાઈવે પર આવેલ આસેડા ગામ આગળ ગોળાઈમાંથી પસાર થઈ ગયા હતા તે સમયે સામેથી આવી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયા થયો હતો.

અકસ્માતમાં બાઈક સવાર દંપતિ અને પુત્ર રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બાઈક ચાલક મંગળસિંહ ઝાલાને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની અને પુત્રને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં બંનેની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જયરે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી, ધસમસતા પાણી વચ્ચે વ્યક્તિને બચાવા મદદે આવી

Back to top button