ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના ગુલબાણી નગરમાં 45 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Text To Speech
  • ત્રણ સંતાનોના પિતાએ આત્મહત્યા કરતા અરેરાટી
  • શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી

પાલનપુર 18 ડિસેમ્બર : ડીસામાં ગુલબાણીનગર વિસ્તારમાં 45 વર્ષીય આધેડે ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ત્રણ સંતાનના પિતાએ આત્મહત્યા કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય જીતુભાઈ રામાભાઈ જોશી ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન આજે બપોરના 12 વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર તેઓ ઘરમાં એકલા હતા. તે સમયે પંખા પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા ડીસા શહેર ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને સ્થળનું પંચનામું કરી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. એક દીકરો અને બે દીકરી સહિત ત્રણ સંતાનના પિતાએ અચાનક આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો હતો. તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો : બનાસકાંઠા : સંતો ગુજરાતના ગામેગામ ગૌમાતા- રાષ્ટ્રમાતા માટે કરશે આંદોલન

Back to top button