બનાસકાંઠા : પાલનપુર નજીક ટ્રકમાં કતલખાને લઈ જવાતા 63 પાડા બચાવાયાં
- રાજસ્થાનમાંથી પશુઓ ગુજરાતમાં પશુઓ લઈને આવતા બે શખ્સની અટકાયત
પાલનપુર : પાલનપુર હનુમાન ટેકરી નજીક મંગળવારે રાત્રે જીવ દયાપ્રેમીઓએ ટ્રકમાં કતલખાને લઇ જવાતા 63 પાડા બચાવી લીધા હતા. આ અંગે પોલીસે રાજસ્થાનના બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુર – આબુહાઇવે ઉપર હનુમાન ટેકરી પાસે જીવદયાપ્રેમી પાલનપુરના સંજયભાઇ હરખાભાઇ પ્રજાપતિઅુ તેમના મિત્ર વિશાલભાઇ મહેન્દ્રભાઇ પંચાલ સાથે ટ્રક નં. આર. જે. 19. જી.સી. 2586 રોકાવી હતી. જેની તલાસી લેતાં અંદર કતલખાને લઇ જવાતાં 63 પાડા ભરેલા મળી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતાં પોલીસે રાજસ્થાનના જોધપુર જીલ્લાના હરલાયાગામના યાસીનખાન અલીશેરખાન સિંધી અને ઝાલોર જીલ્લાના ભીનમાલના સાદિકખાન ઉસ્માનખાન સિંધીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.અત્યાર સુધી નોંધાયેલા ગૂનાઓમાં મોટાભાગે ગુજરાતમાંથી પશુઓ કતલખાને રાજસ્થાનમાં લઇ જવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : ડીસામાં મહિલા સહાયતા કેન્દ્ર શરૂ : સરકારી કચેરીમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ દૂર થશે