ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની હરાજીના પ્રથમ દિવસે થઈ 5000 બોરીની આવક

Text To Speech

પાલનપુર: ડીસાપંથકમાં નવા બટાકા કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીના પ્રથમ દિવસે 5000 બોરીની આવક થઈ હતી. જ્યારે હરાજીમાં 20કિલો બટાકાનો ભાવ રૂ. 106 થી 280બોલાયો હતો.

ડીસા તાલુકામાં 30784 હેક્ટર વિસ્તારમાં થયું છે બટાકાનું વાવેતર

હરાજી-humdekhengenews

બટાટા નગરી તરીકે જાણીતા ડીસા શહેરની આજુબાજુના વિસ્તારમાં 30784 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. જેમાં અષાઢુ વાવેતર કરેલ બટાકા નિકળવાના શરૂ થયા છે. જેને લઇ ડીસાના ખેડૂતોને ઘરઆંગણે પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડુતોના માલનું યોગ્ય રીતે વેચાણ થાય તે માટે ડીસા ના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાટાની જાહેર હરાજીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 5357 બોરી ની આવક સાથે પ્રતિ મણ (20 કિલો) બટાકાનો ભાવ રૂપિયા 106 થી 280 રહ્યો હતો.

પ્રતિ મણનો ભાવ રૂપિયા 106 થી 280 બોલાયો

હરાજી-humdekhengenews

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા સંચાલિત શ્રી વિનોદચંદ્ર જેઠાલાલ પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અલગથી શાકભાજી બજાર ભરાય છે. પરંતુ બટાકાની સિઝન દરમિયાન આવક વધુ હોવાથી ખેડૂતો તેમજ વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી અમૃતભાઈ જોષી દ્વારા ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકા ની જાહેર હરાજી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને લઇ ડીસા માર્કેટયાર્ડ ના સેક્રેટરી અમૃતભાઈ જોષી તેમજ વિ.જે પટેલ શાકભાજી માર્કેટયાર્ડ ના પ્રમુખ દિનેશકુમાર બી. ટાંક સહિત વેપારીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં બટાકાના કટ્ટા પર ફુલહાર તેમજ અગરબત્તી પૂજા કરી જાહેર હરાજીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

ડીસા માર્કેટયાર્ડમાં નવા બટાકા ની આવક શરૂ

હરાજી-humdekhengenews

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં નવા બટાકા ની આવક શરૂ થઈ છે. જેથી વેપારી મિત્રો અને ખેડૂતોના સાથ સહકારથી મુખ્ય માર્કેટયાર્ડ ખાતે હરાજીની પ્રારંભ કર્યો છે. ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આવકમાં પણ વધારો થશે.- એ.એન.જોષી (સેક્રેટરી, ડીસા માર્કેયાર્ડ)

આ પણ વાંચો :ઉત્તરાયણનો તહેવાર મોતનો પૈગામ ન બને એ જરૂરી

Back to top button