ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા 400 બાળકોએ પાલનપુર સ્વસ્તિક સમર કેમ્પનો લાભ લીધો

Text To Speech

પાલનપુર: બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલી ઊઠે તેવા શુભ આશયથી સ્વસ્તિક સમર કેમ્પ ના છેલ્લા દિવસે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોએ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ તથા આઇ સીડી એસ પાલનપુર દ્વારા આયોજીત મસ્તી વાલા સમર કેમ્પમાં આંગણવાડીના કુલ 400 બાળકોએ ભાગ લીધો હતો.

સ્વસ્તિક સમર કેમ્પ-humdekhengenews

જેમાં બાળકોને વિવિધ ટ્રમ્પોલીંગ, બોટિંગ, જમ્પિંગ ફોર્મ પાર્ટી, સ્લાઇડર, માટીકામ નિશાન તાક, હેલિકોપ્ટર, ટ્રેન, જીપ ચકરડી જુદી જુદી કુલ 17 ગેમ્સમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. નાના ભૂલકાઓ દ્વારા બાળગીત, અભિનય ગીત, શ્લોક ડાન્સ રજૂ કરવામાં આવ્ય હતા. મસ્તીવાલા સમર કેમ્પમાં આઈસીડીએસ ના સીડીપીઓ જીજ્ઞાબેન પટેલ, સુપરવાઇઝર ગીતાબેન નગરીયા, નયનાબેન ગુર્જર ,PSE સ્મિતાબેન હાજર રહ્યા હતા.

સ્વસ્તિક સમર કેમ્પ-humdekhengenews

આઇસીડીએસ ના કુલ 70 આંગણવાડી કાર્યકરો હાજર રહેલ અને બાળકોને વિવિધ ગ્રુપ ગેમ્સમાં મદદ કરેલ. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓ, આચાર્ય અને સ્ટાફ દ્વારા ખૂબ સુંદર આયોજન કરી મસ્તીવાલા સમર કેમ્પની સફળ બનાવેલ. સ્વસ્તિક સંકુલ સંસ્કાર સિંચન તથા શિક્ષણ ઘડતરનું સારું કામ કરી રહેલ છે તેમની પ્રગતિ માટે શુભકામનાઓ સી. ડી.પી. ઓ. જીજ્ઞાબેન પટેલએ આપી હતી.

આ પણ વાંચો :બનાસકાંઠા: રસાણા નર્સિંગ કોલેજમાં પાણી સહિતની સુવિધાઓને લઈ હંગામો, છાત્રોનું વિરોધ પ્રદર્શન

 

Back to top button