બનાસકાંઠા : સામઢી ગામે વિજળી પડવાથી મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ સહાયનો ચેક અપાયો


પાલનપુર : પાલનપુર તાલુકાના સામઢી (ના.વાસ)ના આશાસ્પદ યુવાન સ્વ.જવનસિંહ દેવુસિંહ સાેલંકીનું તા.28 એપ્રિલ’23 ના રાેજ વિજળી પડવાને કારણે અકસ્માતે દુ:ખદ અવસાન થયેલ. આ મૃતક યુવાનને રાજ્ય સરકારની અકસ્માત સહાય યાેજના અંતર્ગત ચાર લાખ રુપિયાની સહાય મંજુર કરવામાં આવી હતી.જે ચાર લાખની રકમનાે ચેક પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ તાલુકા વિકાસ અધિકારીના વરદ્ હસ્તે મૃતકના પરિવારજનાેને અર્પણ કરવામાં આવ્યાે હતો.તેમજ મૃતકના આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપના આગેવાનાે અમૃતભાઈ દેસાઈ (ગઢ) , અમીષપુરી ગેાસ્વામી, માેતીભાઈ પાળજા, કાેકિલાબેન પંચાલ , પ્રતાપજી ઠાકાેર , ખુશાલભાઈ અંબાણી ,રામસિંહ દરબાર , કરશનભાઈ ભટાેળ,લાખુભા દરબાર , અરવિંદભાઈ ખાખરેચા , કાન્તિભાઈ પ્રજાપતિ સહિત ગામના અગ્રણીઆે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક, જાણો- કોને-કયા જિલ્લામાં સ્થાન ?