ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજની ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 32 ટીમો એ ભાગ લીધો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જીલ્લામાં એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા ડીસા ખાતે સમસ્ત આદિવાસી ભીલ સમાજની 3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરાયું હતું. જેમાં રાજસ્થાન સહીત સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી ભીલ સમાજની 32 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલમાં ફ્રેન્ડ્સ ઇલેવન દાંતા અને કિંગ કોબરા ઇલેવન ભિલોડાની ટીમ સામે ટક્કર થઇ હતી. જેમાં વિજેતા ફ્રેન્ડ્સ ઇલેવન દાંતા ટીમ અને ઉપવિજેતા કિંગ કોબરા ઇલેવન ભિલોડાની ટીમ થઇ હતી.

એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા આયોજન કરાયું

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં છેલ્લા 6 વર્ષથી આદિવાસી ભીલ સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન સમગ્ર જીલ્લામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજ શિક્ષણ સહીત દરેક ક્ષેત્રે આગળ આવે તે માટે અલગ-અલગ કાર્યક્રમો થકી સમાજમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરવામાં આવે છે.તેમજ અન્ય સમાજની જેમ આદિવાસી સમાજ પણ સંગઠીત થાય તેમજ આદિવાસી સમાજના યુવાઓ રમત-ગમત ક્ષેત્રે પણ આગળ વધે તે માટે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આદિવાસી સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા ડીસાના સ્પોર્ટસ ક્લબ તેમજ એ.પી.એમ.સી. માર્કેટ ખાતે 3 દિવસીય સમસ્ત આદિવાસી ભીલ સમાજની ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરાયું હતું.

 ક્રિકેટ ટુર્નામેન્ટ-humdekhengenews

જેમાં રાજસ્થાન સહીત સમગ્ર ગુજરાતભરમાં વસતા આદિવાસી સમાજની 32 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલમાં ફ્રેન્ડ્સ ઇલેવન દાંતા અને કિંગ કોબરા ઇલેવન ભિલોડાની ટીમ સામે ટક્કર થઇ હતી. જેમાં વિજેતા ફ્રેન્ડ્સ ઇલેવન દાંતા ટીમ તેમજ ઉપવિજેતા કિંગ કોબરા ઇલેવન ભિલોડાની ટીમ થઇ હતી.વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.18,000 રોકડ રકમ તેમજ ઉપવિજેતા ટીમને ટ્રોફી અને રૂ.13,000 રોકડ રકમ આદિવાસી સમાજના આગેવાનો તેમજ સમાજના યુવા મિત્રો દ્વારા આપી સન્માન કરાયું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા સુંદર આયોજન કરાયું હતું.

આ પણ વાંચો :બનાસકાંઠા: દાંતીવાડાના મારવાડા – ફ્તેપુરાને જોડતા માર્ગ ઉપર મસમોટા ગાબડાં

Back to top button