ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : બદ્રી – કેદારનાથ ચારધામ યાત્રાએ છેલ્લા બે માસમાં 31 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

Text To Speech
  • 49 લાખનું રજીસ્ટ્રેશન થયું
  • ભારે વરસાદી તોફાન વચ્ચે શ્રદ્ધાળુઓ દર્શન માટે અડગ
  • ઘોડા ખચ્ચરનો કારોબાર રૂ. 82 કરોડે પહોંચ્યો

પાલનપુર : દેવભૂમિ ઉત્તરાખંડ પ્રકૃતિની ગોદમાં વસેલ ભારતનું સર્વશ્રેષ્ઠ યાત્રાધામ જ્યાં ચારધામની યાત્રામાં શ્રદ્ધાળુઓનું જાણે ઘોડાપૂર ઉમટ્યું છે. દેશ – વિદેશના પ્રભુપ્રિય ભક્તો અડગ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે.

ઉત્તરાખંડ પર્વતોમાં અધ્યાત્મ પ્રવાસે ગયેલા બ્રહ્માકુમારીઝ મીડિયાના સંયોજક શશીકાંત તત્રિવેદીના જણાવ્યા અનુસાર 25 થી 29 જૂન આજે ભારે વરસાદનુ એલર્ટ છે. અને ભારે વરસાદ હતો, પર્વતો પરથી અનેક રસ્તાઓ પર ભેખડો ઘસી આવતા વારંવાર ચારધામ તરફના રસ્તાઓ બંધ થઈ જ્યાં હતા. નદીઓમાં પૂર આવતા 5000 યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. ઠંડી અને વાદળો વચ્ચે દર્શનની દ્રઢ ઈચ્છા ધરાવતા હજારો યાત્રાળુઓ અડગ જોવા મળ્યા હતા. અત્યાર સુધી 31 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત થયા છે, જ્યારે અહીંના ઘોડાઓ- ખચ્ચર ની સંખ્યા 6500 થી વધુ છે. જેનો વ્યાપાર રેકોર્ડ બ્રેક 82 કરોડ પહોંચ્યો છે. જેના થકી 20,000 પરિવારોની આર્થિક કમાણીમાં વધારો થયો છે. હજુ કુલ 49 લાખ દર્શનાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે. દરમિયાન નરેન્દ્રનગરમાં જી 20 બેઠકમાં ભાગ લેવા ૨૦ દેશોથી પ્રતિનિધિ આવેલા છે. જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ પર વિચાર વિમર્શ કરશે. અહીં હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. પર્વતો, વાદળો, ઘટાદાર વૃક્ષો વચ્ચે પ્રકૃતિની ગોદમાં સહેલાણીઓ કુદરતી સૌંદર્ય માણતા પરમાત્માની શક્તિની અનુભૂતિ કરી રહ્યા છે. એશિયાનો સૌથી મોટો ડેમ અહી ટિહરી માં આવેલો છે. જ્યાનો કુદરતી નજારો જોવા જેવો છે.

આ  પણ વાંચો : ગુજરાતના યુવાઓમાં કેમ વધ્યુ આત્મહત્યાનું પ્રમાણ? જાણો કારણ

Back to top button