ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા કોલેજ કેમ્પમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં 24 છાત્રોએ ભાગ લીધો

Text To Speech

પાલનપુર: સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત ડી. એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, બી.સી.એ.કોલેજ અને પી.ટી.પટેલ સાયન્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે 18 જુલાઈ 2023 ના રોજ વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદીના અમૃતમહોત્સવ અંતર્ગત ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી ,ગાંધીનગર, એન. એસ. એસ. વિભાગ દ્વારા સૂચિત આ સ્પર્ધાનું આયોજન ડી.એન.પી. કોલેજ ના
રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ વિષય પર આધારિત નિબંધ સ્પર્ધામાં કુલ 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રબારી નેહલ, ડામોર આરતી અને શાહ કલ્પે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો.

વકતૃત્વ સ્પર્ધા-humdekhengenews

નિર્ણાયક તરીકે પી.ટી.પટેલ સાયન્સ કોલેજના આચાર્ય આનંદભાઈ સોની, બી. સી. એ કોલેજના આચાર્ય હિતેશભાઈ મૈઢ અને ડી.એન.પી.કોલેજના પ્રો. મયૂરભાઈ કોટકે સેવાઓ આપી હતી. સંચાલન પ્રો દિવ્યા જી. પિલલાઈએ કર્યું હતું.ડૉ. મિતલબેન વેકરીયા, પ્રો. અવિનાશભાઈ, પ્રો. નવનીતભાઈ રાણા, પ્રો. વિશ્વાસ પ્રજાપતિ તથા પ્રો. કૌશલભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમ આચાર્ય રાજુભાઇ રબારીના માર્ગદર્શનમાં યોજાયો હતો.

આ પણ વાંચો :સીમા હૈદરે ખુલાસો કર્યો કે સચિન પાકિસ્તાન આવવા માગતો હતો, જાણો કેમ ના પાડી

Back to top button