ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજી નજીક આવેલા કોટેશ્વરમાં 16 દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરાઈ

Text To Speech
  • મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવાયો

પાલનપુર : અંબાજી નજીક આવેલા કોટેશ્વર ગામે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરાઈ છે. દબાણ દૂર કરવાની કામગીરીમાં રુકાવટ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળે ખડેપગે તૈનાત કરવામાં આવ્યો હતો. અને ફોરેસ્ટ વિભાગ સહિત અધિકારીઓ કોટેશ્વર ખાતે હાજર રહ્યા હતા.


અંબાજી પાસે કોટેશ્વર રોડ પર આવેલી ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કવાયત હાથ ધરાઈ હતી. સવારથી જ કોટેશ્વર રોડ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો. ત્યારે ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

દબાણને દૂર કરવાની કામગીરીમાં કોઈપણ રૂકાવટ કે બાધા ન આવે તે હેતુથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ કોટેશ્વર ખાતે હાજર રહ્યો હતો અને ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.


કોટેશ્વર ચીખલા રોડ પર આવેલી 16 જેટલી દુકાનો જે ગેરકાયદેસર દબાણમાં હતી. તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. તે અગાઉ આ દુકાનદારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. અને જેસીબીના મદદથી ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જંગલ વિસ્તામાં આવતી કોટેશ્વર રોડ પર આવેલા માર્બલ ઉદ્યોગની દુકાનોના દબાણ સહિત શેડના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : અંબાજી મંદિરમાં ઘંટરાવ માટે ઘંટ જ નથી….!

Back to top button