ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજીમાં યોજાનારા સમૂહલગ્નોત્સવમાં 155 જોડાઓ લગ્નગ્રંથિથી જોડાશે

Text To Speech
  • આયોજનની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ

પાલનપુર : સમસ્ત હિંદુ જનજાતિ સમાજ દ્વારા દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારના હિન્દુ જન જાતિ સમાજના લોકો જોડાય છે. જેમાં વર અને વધુ આ સમૂહ લગ્નમાં લગ્ન કરી પ્રભુત્વમાં પગલાં પાડે છે. આ વર્ષે પણ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આયોજિત હિંદુત્વ સુરજ મહારાણા પ્રતાપના જન્મોત્સવ અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમૂહ લગ્ન ઉત્સવ રવિવારે તારીખ 21 મે ’23ના રોજ અંબાજી મુકામે યોજવામાં આવી રહ્યો છે.


સમસ્ત હિંદુ જનજાતિ સમાજ દ્વારા દર વર્ષે યોજાતો સમૂહ લગ્ન ઉત્સવમાં આ વર્ષે પણ 155 વર- વધુના જોડાઓ લગ્નના બંધનમાં બંધાશે. સમગ્ર હિન્દુ સમાજના વડીલો, આગેવાનો, યુવાન, ભાઈઓ, બહેનો તથા સમગ્ર માતૃશક્તિની હાજરીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી પ્રેરિત અને જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત આયોજિત સમસ્ત હિંદુ જનજાતિ સમાજ બનાસકાંઠા અને સાબરકાંઠાના સમૂહ લગ્નમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

સમસ્ત હિન્દુ જન જાતિ સમાજ બનાસકાંઠા અને સાબરકાંઠા સમૂહ લગ્ન ઉત્સવ જ્યારે આ વર્ષે પણ અંબાજી મુકામે યોજાઇ રહ્યો છે. ત્યારે આયોજન કરવા માટે તમામ તૈયારીઓ લગભગ પરિપૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે વિવિધ દાતાઓ દ્વારા અલગ અલગ કાર્યો માટે દાન સાથે કાર્યો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : મિત્રએ જ મિત્રનું કાસળ કાઢ્યું : ડીસામાં યુવકની હત્યા કરનાર મિત્રની અટકાયત

Back to top button