ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: રાજસ્થાનથી 10 ટ્રકમાં કતલખાને લઇ જવાતા 150 પશુઓને બચાવાયા

Text To Speech

પાલનપુર: રાજસ્થાન તરફથી ટ્રકોમાં પશુઓ ભરીને કતલખાને મોકલવામાં આવતા હોવાની ઘટનાઓ અનેકવાર બની છે. ત્યારે વધુ એકવાર આ રીતે 10 ટ્રકોમાં 150 જેટલા પશુઓને ક્રૂરતા પૂર્વક બાંધી ને લઈ જવાતા પશુઓને જીવદયા કાર્યકરોએ બચાવી લીધા છે. જેમાં પાલનપુરના ચિત્રાસણી પાસે 10 ટ્રકને જીવદયાપ્રેમીઓએ ઝડપી પાડી હતી. રાજસ્થાન તરફથી આવતી 10 ટ્રકને ચિત્રાસણી નજીક રોકાવી હતી. દરમિયાન જીવદયાપ્રેમીઓ પર ડ્રાઈવરોએ હુમલો પણ કર્યો હતો. જોકે તેમ છતાં જીવદયાપ્રેમીઓએ હિંમત કરીને ટ્રકમાં તપાસ કરી હતી.

ઘાસચારા વગર ખીચોખીચ ભરેલાં હતાં પશુઓ

ત્યારે આ ટ્રકોમાં ઘાસચારા વગર અને ખીચોખીચ ભરેલાં પશુઓ જોવા મળતાં એમને છોડાવાયા હતા. રાજસ્થાનમાંથી ગુજરાતમાં એક સાથે ઘુસેલી આ ટ્રકોમાં 150 જીવને હુમલા બાદ પણ જીવદયા કાર્યકરોએ અબોલ પશુઓને બચાવ્યા હતા. આ રીતે ઘણીવાર થરાદ તેમજ ધાનેરા તરફથી ડીસા થઈને પણ વાહનોમાં પશુઓને કતલખાને મોકલવામાં આવતા હોય છે. ત્યારે અગાઉ ડીસા નજીકથી પણ જીવદયા પ્રેમીઓએ પશુઓને બચાવી પાંજરાપોળમાં મોકલીને ઘાસચારાની વ્યવસ્થા કરતા હોય છે.

આ પણ વાંચો :પતિ કેએલ રાહુલના જન્મદિવસે રોમેન્ટિક બની આથિયા શેટ્ટી, ફોટો પોસ્ટ કરતી વખતે લખ્યું હૃદય સ્પર્શી કેપ્શન

Back to top button